Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જેલના કેદીઓને કેવું લાગતું હશે? પૈસા આપીને એનો અનુભવ હવે લઈ શકો છો

જેલના કેદીઓને કેવું લાગતું હશે? પૈસા આપીને એનો અનુભવ હવે લઈ શકો છો

Published : 14 May, 2026 01:09 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચંચલગુડા પ્રિઝન મ્યુઝિયમમાં શરૂ કરવામાં આવેલી આ અનુભવ માટેની જેલનો હેતુ છે જેલમાંથી છૂટેલા કેદીઓ સાથે સહાનુભૂતિ પેદા કરવાનો

આ જેલમાં તમે ૧૨થી ૨૪ કલાક રહી શકો

અજબ ગજબ

આ જેલમાં તમે ૧૨થી ૨૪ કલાક રહી શકો


હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ હવે એક નવા ઇનિશિએટિવને કારણે ચર્ચામાં આવી છે. આ જેલ લોકોને જેલના સળિયા પાછળની જિંદગી કેવી હોય એનો અનુભવ આપે છે. આ નવી પહેલનું નામ છે ‘ફીલ ધ જેલ’. ચંચલગુડા પ્રિઝન મ્યુઝિયમમાં શરૂ કરવામાં આવેલી આ અનુભવ માટેની જેલનો હેતુ છે જેલમાંથી છૂટેલા કેદીઓ સાથે સહાનુભૂતિ પેદા કરવાનો. આ જેલમાં તમે ૧૨થી ૨૪ કલાક રહી શકો છો, પરંતુ એ માટે તમારે ૨૦૦૦ રૂપિયાની ફી ચૂકવવી પડશે. અહીં તમને નવી બનાવેલી જેલની બૅરૅકમાં રાખવામાં આવશે. એક કેદી જે રીતે રહે એ જ રીતે તમારે રહેવાનું રહેશે. જેલના નિર્ધારિત સમય મુજબ બૅરૅકમાંથી આવન-જાવન પર પ્રતિબંધ હશે. જેલ જેવું જ અને જેલમાં જે રીતે મળે એ રીતે જ પીરસવામાં આવે એવું ખાવાનું તમારે ખાવાનું રહેશે અને કેદીઓ જે રીતે સમય વિતાવે એ જ કામ પણ કરવાનું. તમારી કોટડીમાં પણ એક ધાબળા સિવાય કંઈ જ નહીં મળે. આવા અતરંગી નિયમો હોવા છતાં લોકો અહીં જેલનો અનુભવ લેવા આવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 01:09 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK