ક્રીએટિવિટી ક્યારેક અવળી પડી જાય એવું જ કંઈક રિશવ સાથે થયું છે.
ફિશ હેરસ્ટાઇલ
બ્રાઇડલ લુકમાં હેરસ્ટાઇલ પણ બહુ મહત્ત્વની હોય છે. જોકે હેરસ્ટાઇલને યુનિક બનાવવામાં ક્યારેક એવા એક્સપરિમેન્ટ થઈ જાય છે કે લોકોમાં એ જોણું બની જાય. દિલ્હીના એક હેરસ્ટાઇલિસ્ટે એક દુલ્હનને એવી હેરસ્ટાઇલ કરી આપી કે એને જોતજોતામાં ૮.૩ કરોડ વ્યુઝ મળ્યા. રિશવ તિવારી નામના હેરસ્ટાઇલિસ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક દુલ્હનને માથામાં ફિશ હેરસ્ટાઇલ કરી આપી એનો વિડિયો શૅર કર્યો છે. માથાની ઉપર માછલીની આંખથી લઈને ચેક્સવાળું શરીર ઊંચું બનાવવામાં આવ્યું છે અને વાળનાં પાંખિયાં બનાવીને એમાંથી માછલીની ફિન બહાર કાઢી છે. જેલ દ્વારા એને એવી રીતે સેટ કરવામાં આવી છે કે માથાની ઉપર એ માછલી 3-Dમાં ઊભી દેખાય.
ક્રીએટિવિટી ક્યારેક અવળી પડી જાય એવું જ કંઈક રિશવ સાથે થયું છે. લોકો માથે ફરતી માછલી જોઈને માથું ખંજવાળી રહ્યા છે કે આવી માછલી માથે લઈને હવે દુલ્હન માથે કઈ રીતે ઓઢશે?

