આ ચૅલેન્જમાં અજગરના શોખીનો અને પ્રોફેશનલ શિકારીઓને મજા પડી જાય છે
સૌથી વધુ અજગર પકડનારને ખાસ ઇનામ પણ આપવામાં આવે છે
અમેરિકાના ફ્લોરિડામાં એક રેસ્ટોરાંમાં પીત્ઝા ખરીદવા માટે ડૉલરની જરૂર નથી. ક્યાંકથી પકડીને એક અજગર લઈને જાઓ તો ફ્રીમાં પીત્ઝા ખાવા મળશે. આ જગ્યાનું નામ છે વાઇલ્ડમૅન પીત્ઝા, પાસ્તા ઍન્ડ પાયથન. નામ મુજબ આ રેસ્ટોરાંના માલિકનો દાવો છે કે અહીં પાયથનને એક કરન્સી તરીકે પણ સ્વીકારવામાં આવે છે. રેસ્ટોરાંની આ ઑફર ફ્લોરિડામાં ચાલતી પાયથન ચૅલેન્જનો ભાગ છે. અહીં બર્મીઝ અજગરની સંખ્યા ખૂબ જ વધારે છે. શહેરોમાં ઘૂસી આવતા અજગરોને હટાવીને એને જંગલોમાં પાછા મોકલી શકાય એ માટે દર વર્ષે અહીં ફ્લોરિડા પાયથન ચૅલેન્જ યોજાય છે. આ ચૅલેન્જમાં અજગરના શોખીનો અને પ્રોફેશનલ શિકારીઓને મજા પડી જાય છે.

ADVERTISEMENT
સૌથી વધુ અજગર પકડનારને ખાસ ઇનામ પણ આપવામાં આવે છે. હાલમાં આ સ્પર્ધા ૧૯ જુલાઈ સુધી ચાલવાની છે. આ રેસ્ટોરાંમાં ઑફર છે કે જીવતો યા મરેલો અજગર લાવો અને ફ્રીમાં પીત્ઝા મેળવો. આ રેસ્ટોરામાં અજગરની સ્કિનનું કલેક્શન પણ જોવા માટે મુકાયેલું છે. અજગરની સ્કિનમાંથી બનેલો સામાન પણ અહીં વેચવામાં આવે છે.
