Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બારનું બિલ ચૂકવવા માટે જે ગોરીલા વેચાઈ હતી, એ ૬૯ વર્ષની થઈને સૌથી લાંબું જીવનારી ગોરીલા બની

બારનું બિલ ચૂકવવા માટે જે ગોરીલા વેચાઈ હતી, એ ૬૯ વર્ષની થઈને સૌથી લાંબું જીવનારી ગોરીલા બની

Published : 17 April, 2026 01:12 PM | IST | Berlin
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાતુની બર્થ-ડે પાર્ટી ઝૂમાં બહુ ધામધૂમથી મનાવવામાં આવી હતી

ફાતુ મૂળે આફ્રિકાનાં જંગલોમાં જન્મી હતી

અજબગજબ

ફાતુ મૂળે આફ્રિકાનાં જંગલોમાં જન્મી હતી


જર્મનીના બર્લિનના પ્રાણીસંગ્રહાલયમાં ફાતુ નામની એક ગોરીલા છે. તાજેતરમાં એણે ૬૯ વર્ષ પૂરાં કર્યાં અને દુનિયાની સૌથી ઉંમરની ગોરીલાનો ખિતાબ એણે પોતાના અંકે કરી લીધો. ફાતુની બર્થ-ડે પાર્ટી ઝૂમાં બહુ ધામધૂમથી મનાવવામાં આવી હતી. એના માટે શુગર-ફ્રી કેક અને હેલ્ધી થાળી સજાવવામાં આવી હતી. ચેરી ટમાટર, લાલ બીટ, લીક, તાજાં લેટસનાં પાન જેવાં ગ્રીન લીફી વેજિટેબલ્સની ટોકરીને કેકની જેમ સજાવીને એને આપવામાં આવી હતી.

ફાતુ મૂળે આફ્રિકાનાં જંગલોમાં જન્મી હતી. ફ્રાન્સનો એક નાવિક એને પશ્ચિમ આફ્રિકાના જંગલોમાંથી ઉઠાવી લાવ્યો હતો.  જોકે એક વાર તેની પાસે પૈસા નહોતા અને તેણે બારમાં સારુંએવું ઢીંચી લીધું હતું. એવા સમયે પૈસા ન હોવાથી એના બદલામાં તેણે આ ‘ફાતુ’ ગોરીલા માલિકને આપી દીધી હતી. બારમાં આવેલા કેટલાક વેપારીઓના માધ્યમથી ફાતુ ૧૯૫૯માં બર્લિન પહોંચી હતી અને ત્યારથી તે ઝૂની શાન બની ગઈ છે. તેનો સાચો બર્થ-ડે તો નથી ખબર, પરંતુ ઝૂમાં તે ૧૩ એપ્રિલે આવી હોવાથી એનો જન્મદિવસ એ તારીખે મનાવાય છે. ઉંમરને કારણે હવે ફાતુના દાંત પડી ગયા છે, ઓછું સંભળાય છે અને આર્થ્રાઇટિસની પણ તકલીફ છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 01:12 PM IST | Berlin | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK