Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જર્મનીમાં છવાયાં ટ્રમ્પ અને પુતિનનાં કાર્ટૂન

જર્મનીમાં છવાયાં ટ્રમ્પ અને પુતિનનાં કાર્ટૂન

Published : 17 February, 2026 11:09 AM | IST | Germany
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે મહાશક્તિઓના નેતાઓ વચ્ચે પિસાઈ રહેલા યુક્રેન પર પણ કટાક્ષ થયા.

ડુસલ્ડોફ શહેરમાં કટાક્ષ કરતાં ફ્લોટ્સ

અજબ ગજબ

ડુસલ્ડોફ શહેરમાં કટાક્ષ કરતાં ફ્લોટ્સ


દેશ-વિદેશમાં ચાલતા રાજકારણ પર કટાક્ષ કરતા કલાકારોની પોતાની એક અલગ દુનિયા છે. જર્મનીમાં ગઈ કાલે ખાસ રોઝ મન્ડે ઊજવાયો હતો જેમાં ડુસલ્ડોફ શહેરમાં કટાક્ષ કરતાં ફ્લોટ્સ રોડ પર મૂકવામાં આવ્યાં હતાં. અહીં રાજકીય પરિસ્થિતિઓ પર કલાકારો મુક્તપણે અભિવ્યક્ત કરી શકે એવો માહોલ હોય છે અને સાંપ્રત સ્થિતિને કટાક્ષ રૂપે ફ્લોટ બનાવીને લોકો સામે રાખે છે. જોકે આ વખતે આ ફેસ્ટિવલમાં ટ્રમ્પ અને પુતિન છવાયેલા રહ્યા. બે મહાશક્તિઓના નેતાઓ વચ્ચે પિસાઈ રહેલા યુક્રેન પર પણ કટાક્ષ થયા. આ કટાક્ષ ફ્લોટ્સ બનાવ્યાં છે જૅકીસ ટીલી નામના આર્ટિસ્ટે. રાજકારણીઓની મજાક ઉડાડતાં જાયન્ટ અને સટિક સટાયર કરતાં ફ્લોટ્સ બનાવવા માટે જાણીતા ટીલીભાઈને આ ક્ષેત્રમાં ૪૬ વર્ષનો અનુભવ છે. જોકે જર્મનીના રાજકારણીઓને ટીલીભાઈની વાતની મજાકનું મરચું લાગતાં તેમને ૧૦ વર્ષની જેલની સજા પણ થઈ ચૂકી છે છતાં આ ભાઈ વૈશ્વિક પૉલિટિક્સ સટાયરમાંથી નિવૃત્તિ લેવા માગતા નથી.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 11:09 AM IST | Germany | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK