Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડન્ટ મુંબઈમાં

આજે નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડન્ટ મુંબઈમાં

Published : 17 February, 2026 07:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયા-ફ્રાન્સ યર ઑફ ઇનોવેશન અંતર્ગત ગેટવે ઑફ ઇન્ડિયા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે

ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયા પર આજના કાર્યક્રમની તૈયારી જોવા મળી હતી.

ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયા પર આજના કાર્યક્રમની તૈયારી જોવા મળી હતી.


ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવી ટેક્નૉલૉજીના આદાનપ્રદાન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરી એક વર્ષ સુધી ચાલનારા ‘ઇન્ડિયા–ફ્રાન્સ યર ઑફ ઇનોવેશન’ કાર્યક્રમ અંતર્ગત આજે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન અન્ય મહાનુભાવો સાથે હાજરી આપશે. ઉપરોક્ત કાર્યક્રમ ફ્રાન્સના કૉન્સ્યુલેટ વતી ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થઈને ૨૨ ફેબ્રુઆરી સુધી ચાલનારા એક અઠવાડિયાના કાર્યક્રમનો ભાગ છે જેમાં મુખ્ય ઉજવણી આજે મંગળવારે થશે.

આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસના ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે તળ મુંબઈના કેટલાક રોડ આજે બપોરે બે વાગ્યાથી રાતે ૯ સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખ્યા છે. જોકે મોટરિસ્ટોને વધુ હાડમારી ન ભોગવવી પડે એ માટે તેમને વૈકલ્પિક રોડ વાપરવાનું ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે.    



આ કાર્યક્રમ અંતર્ગત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે અને આજે મુંબઈમાં તેમના આગમન સાથે કાર્યક્રમ શરૂ થશે. મૅક્રૉનના મુંબઈના કાર્યક્રમની મુખ્ય હાઇલાઇટ્સમાં આજે તાજમહલ પૅલેસ હોટેલ ખાતે ભારત-ફ્રાન્સ ઇનોવેશન ફોરમ હશે. આ ફોરમ ઊભરતી ટેક્નૉલૉજી, સંશોધન અને ઉદ્યોગ સાહસિકતામાં સહયોગની તકો શોધવા માટે બન્ને દેશના બિઝનેસ-લીડર્સ, સ્ટાર્ટઅપના સ્થાપકો, ઇનોવેટર્સ અને નીતિનિર્માતાઓને એકસાથે લાવશે.


સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મૅક્રૉન ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ભારત-ફ્રાન્સ નવીનતા અને સાંસ્કૃતિક સ્મૃતિ વર્ષ ૨૦૨૬નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. વર્ષભર ચાલનારા આ અભિયાનમાં ભારત અને ફ્રાન્સમાં કાર્યક્રમો થશે જેનો ઉદ્દેશ નવીનતા, ટેક્નૉલૉજી, સંસ્કૃતિ અને લોકોથી-લોકોના આદાનપ્રદાનમાં સહયોગને મજબૂત બનાવવાનો છે.

નો પાર્કિંગ ઝોન 


આ કાર્યક્રમ દરમ્યાન આસપાસના ઘણા રસ્તાને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આમાં નાથાલાલ પારેખ રોડ, જગન્નાથ ભોસલે રોડ, કૅપ્ટન પ્રકાશ પેઠે રોડ, રામભાઉ સાલગાવકર રોડ, શહીદ ભગત સિંહ રોડ અને બી. કે. બમન બહેરામ રોડનો સમાવેશ છે, ખાસ કરીને તાજ હોટેલ પાછળથી હોટેલ ડિપ્લોમૅટ સુધીનો રસ્તો.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર હેવી વ્હીકલ્સ પર પ્રતિબંધ   

આજે ઉપરોક્ત કાર્યક્રમને લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર VVIP મૂવમેન્ટ રહેશે એથી ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે સવારે ૮થી લઈને રાતે ૯ વાગ્યા સુધી હેવી વ્હીકલ્સને વાકોલા બ્રિજથી લઈને દહિસર ચેકનાકા સુધી બન્ને લેન પર બંધી જાહેર કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK