અહીં શીખો ફાર્મ વેજ બાઓ
ફાર્મ વેજ બાઓ
સામગ્રી: શાક માટે : લીલું-પીળું-લાલ શિમલા મરચું એક-એક નંગ, ટમેટાં બે નંગ, કાંદા બે નંગ, તેલ એક ચમચી, મીઠું સ્વાદ મુજબ, સેઝવાન સૉસ ત્રણ ચમચી, મેયોનીઝ ત્રણ ચમચી.
બાઓ માટે : મેંદો અઢીસો ગ્રામ, પાણી અડધો કપ, યીસ્ટ દોઢ ચમચી, સાકર બે ચમચી, મિલ્ક પાઉડર બે ચમચી, મીઠું સ્વાદ મુજબ, બેકિંગ પાઉડર અડધી ચમચી, તેલ બે ચમચી.
ADVERTISEMENT
રીત: ત્રણેય શિમલા મરચાં બારીક કાપી લેવાં. ટમેટાં અને કાંદા કાપી લેવાં. બેથી ત્રણ મિનિટ માટે બધું તેલમાં સાંતળી લેવું. મીઠું ઉમેરવું. સેઝવાન સૉસ ઉમેરવો. બાઓ બનાવવા માટે એક વાસણમાં અડધો કપ ગરમ કરેલું પાણી લેવું. એમાં બે ચમચી સાકર નાખી હલાવીને પછી દોઢ ચમચી યીસ્ટ ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ રહેવા દેવું. એક વાસણ લેવું. એમાં અઢીસો ગ્રામ મેંદો લેવો. એમાં મિલ્ક પાઉડર, મીઠું, બેકિંગ પાઉડર ઉમેરી ભેળવી લેવું. પાણીથી નરમ લોટ બાંધવો. તેલનું મોણ ઉમેરવું. બેથી ત્રણ મિનિટ ઢાંકી દેવું. આમાંથી સાતથી આઠ નરમ લૂવા થશે. પછી એને લંબગોળ વણવું. એના પર તેલ લગાવવું. એક કિનારીથી બીજી કિનારી સુધી વાળી લેવું. સાતથી આઠ બાઓ રેડી થશે. પછી એ બાઓને સ્ટીમરમાં પાંચ મિનિટ માટે બાફી લેવા. જે બાઓ તૈયાર થયા છે એમાં જે શાક તૈયાર કર્યું છે એ ભરી લેવું.
