Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જયપુરમાં દિવાળી નિમિત્તે વેચાય છે ૧.૨૩ લાખ રૂપિયે કિલોની અશરફી

જયપુરમાં દિવાળી નિમિત્તે વેચાય છે ૧.૨૩ લાખ રૂપિયે કિલોની અશરફી

Published : 05 November, 2026 05:43 PM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનાની અશરફીને સંપત્તિ અને સુખની ઓળખ માનવામાં આવતી હતી એટલે તહેવારોના દિવસોમાં લોકો એને શુભેચ્છા તરીકે આપતા હતા. 

જયપુરમાં દિવાળી નિમિત્તે વેચાય છે ૧.૨૩ લાખ રૂપિયે કિલોની અશરફી

અજબ ગજબ

જયપુરમાં દિવાળી નિમિત્તે વેચાય છે ૧.૨૩ લાખ રૂપિયે કિલોની અશરફી


દિવાળીમાં કાજુકતરી કે ડ્રાયફ્રુટ્સની મીઠાઈઓ તો અઢળક જોઈ હશે, પરંતુ જયપુરમાં મીઠાઈની એક અનોખી વરાઇટી લૉન્ચ થઈ છે એનું નામ અપાયું છે અશરફી. એની કિંમત સાંભળીને સૌથી પહેલાં સવાલ થશે કે આ ખરેખર મીઠાઈ છે કે સોનું. સોનાની પરત ચડાવેલી આ મીઠાઈની કિંમત એક કિલોના ૧.૨૩ લાખ રૂપિયા છે. અલબત્ત, દુકાનદારને પણ ખબર છે કે આવી એક્સક્લુઝિવ મીઠાઈ કોઈ કિલોમાં તો નહીં જ ખરીદે એટલે એને ૯ ગ્રામના ટચૂકડા પીસમાં વેચવામાં આવે છે. ૯ ગ્રામના એક ટુકડાની કિંમત છે ૧૧૧૧ રૂપિયા. એમાં બદામ અને કેસર ભરપૂર છે અને સોનું માત્ર વરખ તરીકે જ નહીં, એક ઘટક તરીકે પણ વાપર્યું છે. ૯ ગ્રામના ૧૦ ટુકડાનું પૅકેટ ૯૯૯૯ રૂપિયામાં વેચાય છે. મતલબ કે માત્ર ૯૦ ગ્રામ મીઠાઈ લગભગ ૧૦,૦૦૦ રૂપિયામાં પડે. મીઠાઈ બનાવનાર અંજલિ જૈનને આનો આઇડિયા જૂના જમાનાની અશરફી એટલે કે સોનાના સિક્કા પરથી આવ્યો હતો. સોનાની અશરફીને સંપત્તિ અને સુખની ઓળખ માનવામાં આવતી હતી એટલે તહેવારોના દિવસોમાં લોકો એને શુભેચ્છા તરીકે આપતા હતા. 
અંજલિ જૈને ૯ રંગની કાજુકતરી પણ રજૂ કરી છે. એને નવરત્ન નામ આપવામાં આવ્યું છે. એમાં પિસ્તાવાળી ગ્રીન કાજુકતરી પન્નાથી પ્રેરિત છે અને પીળી કાજુકતરીને પોખરાજ સાથે જોડવામાં આવી છે. સ્ટ્રૉબેરીવાળી લાલ રંગની કાજુકતરીને માણેક રત્ન જેવો શેપ અને રંગ આપવામાં આવ્યો છે. દુકાનદારનો દાવો છે કે તેમણે બધી જ મીઠાઈઓમાં નૅચરલ રંગોનો ઉપયોગ કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 05:43 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK