Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > AIથી અપહરણવાળો ફોટો મોકલીને પિતા પાસેથી માગી ૧ લાખ રૂપિયાની ખંડણી

AIથી અપહરણવાળો ફોટો મોકલીને પિતા પાસેથી માગી ૧ લાખ રૂપિયાની ખંડણી

Published : 14 August, 2026 03:52 PM | Modified : 14 August, 2026 03:52 PM | IST | Gorakhpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોરખપુરમાં ઑનલાઇન ગેમ માટે પૈસા મેળવવા ટીનેજરે પોતાના જ અપહરણનું નાટક રચ્યું. AIથી બનાવેલા અપહરણના ફોટા પિતાને મોકલી ₹1 લાખની ખંડણી માગી, પરંતુ પોલીસે બે કલાકમાં તેને શોધી કાઢ્યો.

AIથી અપહરણવાળો ફોટો મોકલીને પિતા પાસેથી માગી ૧ લાખ રૂપિયાની ખંડણી

AIથી અપહરણવાળો ફોટો મોકલીને પિતા પાસેથી માગી ૧ લાખ રૂપિયાની ખંડણી


ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ટીનેજરને ઑનલાઇન ગેમમાં પૈસા લગાવવા માટે પપ્પા પાસેથી પૈસા જોઈતા હતા, પણ પિતાએ એ માટે ઘસીને ના પાડી દીધી. એમ છતાં પપ્પા પાસેથી કોઈ પણ રીતે પૈસા કઢાવવા માટે ટીનેજરે પોતાના જ અપહરણનું ષડયંત્ર રચ્યું હતું. તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી એવી તસવીરો જનરેટ કરી જેમાં પોતાનું અપહરણ થઈ ગયું છે એવું લાગે. એ ફોટોગ્રાફ્સ તેણે પપ્પાને મોકલીને ખંડણી પેટે ૧ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. જોકે પિતાએ પોલીસને જાણ કરી હતી અને દીકરાનું અપહરણ ક્યાંથી થયું એની કડી શોધવા માટે સ્કૂલની આસપાસના CCTV કૅમેરા ફંફોસતાં બે જ કલાકમાં દીકરો ક્યાં છુપાયો છે એ મળી ગયું હતું.  એ પછી તેણે કબૂલી લીધું હતું કે અપહરણની વાત તેણે ઊપજાવી કાઢી હતી. તેને AIથી તસવીરો બનાવવામાં દિલ્હીના એક દોસ્તે મદદ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 03:52 PM IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK