પશ્ચિમના દેશોમાં હેલોવીનનો ફીવર શરૂ થઈ ગયો છે. ફ્રાન્સમાં એક તરફ વીક-એન્ડમાં પ્રદર્શનકારીઓનાં તોફાન માઝા મૂકે છે ત્યારે બીજી તરફ હૅલોવીનનું સેલિબ્રેશન પણ તડામાર થઈ રહ્યું છે.
આઇફલ ટાવર પાસે અનોખી હૅલોવીન કાર-રૅલી
પશ્ચિમના દેશોમાં હેલોવીનનો ફીવર શરૂ થઈ ગયો છે. ફ્રાન્સમાં એક તરફ વીક-એન્ડમાં પ્રદર્શનકારીઓનાં તોફાન માઝા મૂકે છે ત્યારે બીજી તરફ હૅલોવીનનું સેલિબ્રેશન પણ તડામાર થઈ રહ્યું છે. ગઈ કાલે પૅરિસના આઇફલ ટાવર પાસે હૅલોવીનની ડાકણ જેવો શેપ કાર થકી બનાવવામાં આવ્યો હતો. આ માટેની કાર સફેદ કપડાંથી ઢંકાઈને રોડ પર લાઇનબંધ નીકળી એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સફેદ કપડાંથી ઢંકાયેલી કારોના કાફલાનું હૅલોવીન થીમનું ફોટો-સેશન પણ મજાનું હતું.
