એક તરફ મોટી-મોટી કંપનીઓ કર્મચારીઓને અચાનક પાણીચું પકડાવી દઈ રહી છે ત્યારે કર્મચારીઓ બોનસની આશાને બદલે નોકરી બચી એને જ કુદરતની મહેર માની લે છે. આ માહોલમાં હરિયાણાની એક દવાકંપનીના ૪ કર્મચારીઓ ખુશનસીબ છે.
દવાકંપનીમાં કામ કરતા ૪ કર્મચારીઓને દિવાળીમાં મીઠાઈ કે પૈસા નહીં, ગાડી મળી
એક તરફ મોટી-મોટી કંપનીઓ કર્મચારીઓને અચાનક પાણીચું પકડાવી દઈ રહી છે ત્યારે કર્મચારીઓ બોનસની આશાને બદલે નોકરી બચી એને જ કુદરતની મહેર માની લે છે. આ માહોલમાં હરિયાણાની એક દવાકંપનીના ૪ કર્મચારીઓ ખુશનસીબ છે. તેમને દિવાળીમાં બોનસ તરીકે પૈસા કે મીઠાઈ નહીં, કિયાની નવીનક્કોર સોનેટ કાર મળી હતી. ૨૪ ઑક્ટોબરે મિટ્સ હેલ્થકૅર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઉન્ડર અને CEOએ કંપનીના ચાર કર્મચારીઓને પંચકુલાના કિયાના શોરૂમ પર ૪ કર્મચારીઓને બોલાવીને તેમને કારની ચાવી સુપરત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે જેમની મહેનતથી કંપની આગળ વધી રહી છે તેમને ધન્યવાદ કહેવા અને તેમનું સન્માન કરવા માટે આ ભેટ આપી છે.
