હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં બે સગા ભાઈઓ સાથે લગ્ન કરનારી મહિલાએ ગુડ ન્યુઝ આપ્યા છે
બે સગા ભાઈઓ સાથે લગ્ન કરનારી મહિલા
હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં બે સગા ભાઈઓ સાથે લગ્ન કરનારી મહિલાએ ગુડ ન્યુઝ આપ્યા છે. પ્રદીપ અને કપિલ નેગી નામના બે ભાઈઓ સાથે એકસાથે પરણનારી સુનીતાનાં થોડા સમય પહેલાં જ્યારે લગ્ન થયેલાં ત્યારે એની બહુ ચર્ચા થઈ હતી. હટ્ટી જનજાતિમાં આવું પ્રાચીન સમયથી પ્રચલિત છે, પરંતુ મૉડર્ન યુગમાં એ પ્રાચીન પરંપરાને જાળવવાનું કામ ભાગ્યે જ થઈ રહ્યું હતું. સુનીતા હવે જ્યારે પ્રેગ્નન્ટ છે ત્યારે એ બાળકનો પિતા કોણ છે એ નક્કી કરવા માટે હવે તો અનેક આધુનિક ટેક્નિક્સ આવી ગઈ છે, પરંતુ પરંપરા મુજબ આ સંતાનના નામની પાછળ બર્થ સર્ટિફિકેટમાં મોટા ભાઈનું નામ જ લાગશે. હાલમાં પ્રદીપ જ તેની સાથે રહે છે. કપિલ તેમની સાથે થોડો સમય રહ્યા પછી વિદેશ નોકરી કરવા જતો રહ્યો છે.
