Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે મહિનાનું બાળક રડી રહ્યું હતું, માએ જીવતું સળગાવી દીધું

બે મહિનાનું બાળક રડી રહ્યું હતું, માએ જીવતું સળગાવી દીધું

Published : 26 February, 2026 10:50 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે મહિનાનું બાળક રડી રહ્યું હતું, માએ તેના મોંમાં કપડું ઠૂંસ્યું, આંખે પટ્ટી બાંધી અને ચૂલામાં નાખીને જીવતું સળગાવી દીધું

મહિલાનું નામ મમતા છે

અજબ ગજબ

મહિલાનું નામ મમતા છે


હૈદરાબાદના બોવરામપેટમાં મમતા નામની એક મહિલાએ પોતાના જ બે મહિનાના દીકરા સાથે જે કર્યું એ કદાચ કોઈ દુશ્મન પણ ન કરી શકે. મહિલાનું નામ મમતા છે, પણ તેનામાં માની મમતા તો નથી જ પણ માનવતા પણ નહોતી. કોઈ મા કઈ રીતે પોતાના પેટના જણ્યા સંતાનને મારી નાખી શકે? મારી શકે એ તો ઠીક, પણ જે બર્બરતાથી મમતાએ પોતાના દીકરાને મોતને હવાલે કર્યો એ તો કોઈ દાનવ પણ ન કરી શકે. વાત એમ હતી કે નવજાત બાળક સતત રડ્યા કરતું હતું. બાળકનો પિતા નાઇટ ડ્યુટીએ જતો હતો. આખી રાત બાળકે માને સૂવા ન દેતાં આખરે મમતા એટલી ગુસ્સે ભરાઈ કે તેણે દીકરાને ચૂપ કરાવવા માટે આત્યંતિક પગલું લઈ લીધું. સવારે ઊઠીને ચૂલો સળગાવી રહી હતી એ વખતે બાળકની કાગારોળ સહન ન થવાથી મહિલાએ બાળકના મોંમાં કપડું ઠૂંસ્યું અને આંખો પર પટ્ટી બાંધી દીધી અને જે ચૂલા પર પાણી ગરમ કરવાનું હતું એમાં જ ફેંકી દીધું. સવારે પિતા રાજેન્દ્ર ઘરે આવ્યો ત્યારે દીકરાને ચૂલામાં તરફડતો જોઈને તે હચમચી ગયો. તરત તેણે બાળકને આગમાંથી કાઢ્યું, પરંતુ ત્યાં સુધીમાં બાળક દમ તોડી ચૂક્યું હતું. ‍મમતા અને રાજેન્દ્ર મૂળ મધ્ય પ્રદેશનાં છે અને મજૂરી કામ માટે હૈદરાબાદ રહેતાં હતાં. રાજેન્દ્ર એક અપાર્ટમેન્ટમાં નાઇટ વૉચમૅનનું કામ કરતો હતો. જ્યારે પોલીસને આ ઘટનાની ખબર પડી અને તેમણે બાળકનું ક્ષતવિક્ષત શરીર જોયું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને તેમનું કહેવું છે કે કદાચ મહિલા ડિલિવરી પછીના ડિપ્રેશનમાં હશે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 10:50 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK