Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્નીએ જીદ કરી કે પતિ અને બૉયફ્રેન્ડ બેમાંથી કોઈને નહીં છોડું, હવે ત્રણેય એકસાથે એક ઘરમાં રહે છે

પત્નીએ જીદ કરી કે પતિ અને બૉયફ્રેન્ડ બેમાંથી કોઈને નહીં છોડું, હવે ત્રણેય એકસાથે એક ઘરમાં રહે છે

Published : 25 August, 2026 04:53 PM | IST | Sitapur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અંજુ નામની મહિલાએ પતિ શુભમ અને પ્રેમી નીતિન બન્ને સાથે રહેવાની જીદ કરતાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. ત્રણેય વચ્ચે મિત્રતા થયા બાદ તેમણે સાથે રહેવાનો નિર્ણય લીધો, પરંતુ પરિવારના વિરોધ બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો.

પત્નીએ જીદ કરી કે પતિ અને બૉયફ્રેન્ડ બેમાંથી કોઈને નહીં છોડું, હવે ત્રણેય એકસાથે એક ઘરમાં રહે છે

પત્નીએ જીદ કરી કે પતિ અને બૉયફ્રેન્ડ બેમાંથી કોઈને નહીં છોડું, હવે ત્રણેય એકસાથે એક ઘરમાં રહે છે


ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પતિ-પત્ની અને પ્રેમીના ત્રિકોણિયા સંબંધોનો અનોખો કેસ બહાર આવ્યો છે. અંજુ નામની મહિલાએ તેના પતિ શુભમ અને પ્રેમી નીતિન બન્નેની સાથે રહેવાની જીદ કરી હતી. જોકે શરૂઆતમાં તો મામલો છૂપા પ્રેમનો જ હતો. શુભમ અને અંજુનાં લગ્ન થયાં એ પછી ઘણા દિવસો સુધી નીતિન તેમના ઘરે આવતો-જતો રહેતો હતો. એ વખતે શુભમ માનતો હતો કે તે તો અંજુનો ભાઈ છે. જોકે પાછળથી ખબર પડી કે તે ભાઈ નહીં પ્રેમી છે. શુભમે પહેલાં પત્નીને બહુ સમજાવી, પણ અંજુ કેમેય નીતિનને છોડવા માટે માની નહીં. જોકે એ પછી શુભમે જ્યારે તેને છોડવાની વાત કરી તો એમાંય તેણે જીદ કરી કે તે પતિ તરીકે શુભમને પણ છોડવા નથી માગતી. આ કિસ્સો બહાર આવ્યો એ પહેલાં શુભમ અને નીતિન વચ્ચે પણ સારીએવી દોસ્તી થઈ ગઈ હતી. ત્રણેય એકસાથે બેસીને જમતાં હતાં અને વાતો કરતાં હતાં. આખરે અંજુની જીદ જોયા પછી ત્રણેએ નક્કી કર્યું કે હવે તેઓ ત્રણ સાથે જ રહેશે. જોકે શુભમના પરિવારજનોને આ વાત રાસ નથી આવી. તેમણે વિરોધ કર્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવતાં મામલો જાહેર થયો હતો. પોલીસની સામે પણ ત્રણેય જણ એક જ નિવેદન આપે છે કે તેમને ત્રણેયને સાથે જ રહેવું છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 04:53 PM IST | Sitapur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK