Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 4Gમાંથી 5Gમાં સિમ અપગ્રેડ કરતી વખતે ચેતજો: ભાઈંદરના ગુજરાતી કૉન્ટ્રૅક્ટરે ૬ લાખ રૂપિયા ગુમાવ્યા

4Gમાંથી 5Gમાં સિમ અપગ્રેડ કરતી વખતે ચેતજો: ભાઈંદરના ગુજરાતી કૉન્ટ્રૅક્ટરે ૬ લાખ રૂપિયા ગુમાવ્યા

Published : 25 August, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાઈંદર-વેસ્ટમાં રહેતા ગુજરાતી ઇન્ટીરિયર ડિઝાઇનર કૉન્ટ્રૅક્ટરને ૧૬ ઑગસ્ટે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાઇબર ઠગોએ 4G સિમકાર્ડને 5Gમાં અપગ્રેડ કરવાની એક નવી કાર્યપદ્ધતિ અપનાવીને ભાઈંદર-વેસ્ટમાં રહેતા ૪૫ વર્ષના ગુજરાતી કૉન્ટ્રૅક્ટર પાસેથી ૬ લાખ રૂપિયા તડફાવી લીધા છે. આ મામલે ભાઈંદર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાઇબર ગઠિયાઓએ સિમકાર્ડ બંધ કરાવીને ફોનનો સંપૂર્ણ ઍક્સેસ મેળવી લીધો હતો અને ત્યાર બાદ 
બૅન્ક-ખાતામાંથી મોટી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ બનાવ બાદ સાઇબર પોલીસે નાગરિકોને આ પ્રકારની નવી કાર્યપદ્ધતિથી સાવચેત રહેવાની અપીલ કરી છે. આ કેસમાં પોલીસે ગુજરાતી વેપારીના પૈસા જે ૮ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એની માહિતી ભેગી કરીને તપાસ શરૂ કરી છે.

શું બની હતી ઘટના?
 ભાઈંદર-વેસ્ટમાં રહેતા ગુજરાતી ઇન્ટીરિયર ડિઝાઇનર કૉન્ટ્રૅક્ટરને ૧૬ ઑગસ્ટે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ કહ્યું કે તમારું 4G સિમ ટૂંક સમયમાં બંધ થઈ જશે એટલે એને ઍરટેલ ઍપ દ્વારા 5Gમાં ફેરવવું પડશે. ઠગે ફરિયાદીને વિશ્વાસમાં લઈને વૉટ્સઍપ પર મોકલેલી લિન્કમાં વિગતો ભરાવી હતી અને ID એન્ટર કરાવી વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરાવી લીધી હતી.
 બીજા દિવસે સવારે ફરિયાદીના સિમકાર્ડમાંથી નેટવર્ક ગાયબ થઈ ગયું હતું અને સિમ તદ્દન બંધ થઈ ગયું હતું. વૉટ્સઍપ પર સાઇબર ગઠિયાનો સંપર્ક કરતાં પ્રક્રિયામાં ૨૪ કલાક લાગશે એવું બહાનું તેણે બતાવ્યું હતું અને ઓળખની ચકાસણી માટે વિગતો માગીને ગેરમાર્ગે દોર્યા હતા.
 ૧૮ ઑગસ્ટે સવારે એકાએક સિમકાર્ડ ચાલુ થતાં ૮.૩૦ વાગ્યે ફરિયાદીના ખાતામાંથી પ્રથમ ૪,૦૦,૦૦૦ રૂપિયા કપાવાનો મેસેજ આવ્યો હતા. તાત્કાલિક બૅન્ક-મૅનેજરને જાણ કર્યા બાદ તરત જ સવારે ૯ વાગ્યે બીજો ૨,૦૦,૦૦૦ રૂપિયા કપાવાનો મેસેજ આવ્યો હતો.
 પોતાની સાથે છેતરપિંડી થતાં ફરિયાદીએ તાત્કાલિક સાઇબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ ગઈ કાલે ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.



નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ 


ભાઈંદર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ નાગરિકો અપીલ કરતાં કહ્યું હતું કે ‘કોઈ પણ ટેલિકૉમ કંપની કે અધિકારી ક્યારેય ફોન કે વૉટ્સઍપ પર સિમ અપગ્રેડ કરવા માટે ID કે વેરિફિકેશન કોડ માગતાં નથી. સિમ 4Gમાંથી 5G કરવા માટે માત્ર અધિકૃત સ્ટોરની જ મુલાકાત લેવી, અજાણ્યા કૉલરની સૂચના મુજબ મોબાઇલ ઍપમાં કોઈ માહિતી એન્ટર કરવી નહીં. આ સાઇબર ગઠિયાઓની નવી કાર્યપદ્ધતિ આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK