Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભારતીય મહિલાએ દુબઈમાં ભૂલથી ૧૨ લાખ રૂપિયાનું સોનું કચરામાં નાખી દીધું, પોલીસે સોનું પાછું અપાવ્યું

ભારતીય મહિલાએ દુબઈમાં ભૂલથી ૧૨ લાખ રૂપિયાનું સોનું કચરામાં નાખી દીધું, પોલીસે સોનું પાછું અપાવ્યું

Published : 09 February, 2026 11:10 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્વેલરે પોલીસને બોલાવીને એ કૉઇન સોંપ્યા હતા અને પોલીસે કયા સ્થળેથી મળેલા કચરામાં આ સોનું હતું એ ટ્રેસ કરીને અભિમન્યુને ફોન કર્યો હતો

ત્રણ દિવસ પછી કચરામાં જતું રહેલું સોનું પાછું મળ્યું હતું

અજબ ગજબ

ત્રણ દિવસ પછી કચરામાં જતું રહેલું સોનું પાછું મળ્યું હતું


લગભગ ૨૩ વર્ષ દુબઈમાં રહ્યા પછી ભારતીય મૂળનાં મહિલા કામિની કાનન ૨૦૨૧માં ભારત શિફ્ટ થઈ ગયાં હતાં. જોકે લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ તાજેતરમાં દુબઈ ગયાં હતાં. હાલમાં સોનાના ભાવમાં ચડાવઉતાર થઈ રહ્યા છે ત્યારે તેઓ દુબઈમાં દીકરાના ઘરમાં રાખેલા સોનાનો હિસાબ કરવા બેઠા હતા. તેમણે જે પાઉચમાં ગોલ્ડ કૉઇન્સ રાખેલા એ જૂનું થઈ ગયું હતું એટલે તેમણે એ પાઉચ ફેંકી દીધું અને નવા પાઉચમાં ભરીને મૂક્યું. જોકે એ પાઉચ ડાઇનિંગ ટેબલ પર જ રહી ગયું. બીજા દિવસે સફાઈ દરમ્યાન ભૂલથી એ આખું પાઉચ કચરામાં જતું રહ્યું. જ્યારે યાદ આવ્યું ત્યારે મોડું થઈ ગયેલું અને કચરો ઘરની બહારથી પણ ઊપડી ગયેલો. એ પાઉચમાં ૫૦ ગ્રામનો ૨૪ કૅરૅટનો અને ૨૨ કૅરૅટનો ૮ ગ્રામ સોનાનો કૉઇન હતો. કચરામાં પાઉચ જતું રહ્યું એ પછી એ પાછું નહીં જ મળી શકે એમ વિચારીને તેમણે પોલીસમાં ફરિયાદ પણ નહોતી લખાવી. જોકે ઘટનાના ત્રણ દિવસ પછી કામિનીબહેનના દીકરા અભિમન્યુને પોલીસનો ફોન આવ્યો અને કહ્યું કે તમારો કોઈ સામાન ખોવાયો છે? પોલીસને આ કૉઇન્સ જ્વેલરી શૉપમાંથી મળ્યા હતા. કોઈ સફાઈ કામદાર એ વેચવા ઝવેરીને ત્યાં પહોંચ્યો હતો અને તેને જ્યારે આ કૉઇન ક્યાંથી મળ્યા એનો સ્રોત પૂછવામાં આવ્યો ત્યારે તેણે એ કચરામાંથી મળ્યાનું કહ્યું હતું. જ્વેલરે પોલીસને બોલાવીને એ કૉઇન સોંપ્યા હતા અને પોલીસે કયા સ્થળેથી મળેલા કચરામાં આ સોનું હતું એ ટ્રેસ કરીને અભિમન્યુને ફોન કર્યો હતો. ત્રણ દિવસ પછી કચરામાં જતું રહેલું સોનું પાછું મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 11:10 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK