ન્યુ યરના સેલિબ્રેશનના ભાગરૂપે ઇન્ડોનેશિયામાં મંડી-મંડી નામની પરંપરા ઊજવાય છે. ૧૭મી સદીથી પળાતી આ પરંપરામાં ઇન્ડોનેશિયા અને પોર્ટુગીઝ કલ્ચરનો સમન્વય છે.
અજબગજબ
ઇન્ડોનેશિયામાં મંડી-મંડી નામની પરંપરા ઊજવાય
ન્યુ યરના સેલિબ્રેશનના ભાગરૂપે ઇન્ડોનેશિયામાં મંડી-મંડી નામની પરંપરા ઊજવાય છે. ૧૭મી સદીથી પળાતી આ પરંપરામાં ઇન્ડોનેશિયા અને પોર્ટુગીઝ કલ્ચરનો સમન્વય છે. આ પ્રસંગે લોકો એકબીજાના ઘરે જઈને પાઉડરની પેસ્ટ એકબીજાના ચહેરા પર લગાવે છે. એકમેકની માફી માગવાની અને માફ કરવાની આ પરંપરા સમુદાયમાં એકતા જાળવવા માટે થઈને ખૂબ મહત્ત્વની ગણાય છે. જેમ જૈનોમાં મિચ્છા મિ દુક્કડં કહીને માફી પ્રાર્થવામાં આવે છે એવું જ કંઈક અલગ રીતે ઇન્ડોનેશિયન સંસ્કૃતિમાં પણ છે.