Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુકાનમાં રંગેહાથ પકડાયેલા બે ચોરોને લોકોએ બ્રાઉન ટેપથી લપેટીને પોલીસને હવાલે કર્યા

દુકાનમાં રંગેહાથ પકડાયેલા બે ચોરોને લોકોએ બ્રાઉન ટેપથી લપેટીને પોલીસને હવાલે કર્યા

Published : 03 July, 2026 12:32 PM | IST | indonesia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકના માથે તો એન્ટેના જેવી ટેપ પણ બહાર કાઢી હતી અને પોલીસો તેને એન્ટેનાથી ઊંચકીને લઈ ગયા હતા

ચોરો

ચોરો


ઇન્ડોનેશિયામાં બે યુવાનો એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા ત્યારે આસપાસના રહેણાક વિસ્તારના જાગૃત લોકોએ તેમને રંગેહાથ પકડી લીધા હતા. લોકોએ ચોરને પકડીને મારપીટ કરવાને બદલે તેને બાંધી રાખ્યા હતા. પોલીસને આવતા વાર થાય એવું લાગતાં ચોરો ભાગી ન જાય એ માટે લોકોએ બન્ને ચોરોને નખશિખ બ્રાઉન ટેપમાં લપેટી લીધા હતા. માત્ર બે આંખો, નાક અને મોં જ ખુલ્લા રહે એ રીતે બાંધીને તેમને ખુરસીમાં બેસાડી દીધા હતા. એકના માથે તો એન્ટેના જેવી ટેપ પણ બહાર કાઢી હતી અને પોલીસો તેને એન્ટેનાથી ઊંચકીને લઈ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 12:32 PM IST | indonesia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK