નવા શોધેલા જુગાડુ યંત્રથી ૧૫ જ મિનિટમાં ઘરની અંદરનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૪૦૦થી ઘટીને ૫૦ થઈ જાય છે. દિલ્હીવાસીએ જાતે જ ૨૦૦૦ રૂપિયાના ખર્ચે આ ડિવાઇસ તૈયાર કર્યું છે.
ઍર-પ્યુરિફાયર
દિલ્હીમાં ઘરની બહારની હવા એટલી પ્રદૂષિત થઈ ચૂકી છે કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ પડે છે. થોડા સમય પહેલાં એક માણસે દાવો કર્યો હતો કે થોડીક વાર માટે ઘરનાં બારીબારણાં જો ખુલ્લાં રાખવામાં આવે તો ઘરમાં પણ પ્રદૂષણ વધી જાય છે. દિલ્હીમાં હવે ઘરમાં ઍર-પ્યુરિફાયર વસાવવાનું ચલણ વધ્યું છે. જોકે મોંઘુંદાટ પ્યુરિફાયર ખરીદવાની તાકાત ન હોય તો શું? એક માણસે એનો પણ જુગાડ શોધીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. નવા શોધેલા જુગાડુ યંત્રથી ૧૫ જ મિનિટમાં ઘરની અંદરનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૪૦૦થી ઘટીને ૫૦ થઈ જાય છે. દિલ્હીવાસીએ જાતે જ ૨૦૦૦ રૂપિયાના ખર્ચે આ ડિવાઇસ તૈયાર કર્યું છે. તેણે ૭૫૦ રૂપિયાનો એક્ઝૉસ્ટ ફૅન; ૧૦૦૦ રૂપિયાનું ફિલ્ટર; ૬૫ રૂપિયાનાં સ્વિચ, રેગ્યુલેટર અને વાયર તેમ જ ૧૫૦ રૂપિયાનાં ગ્લુ ગલ અને કાર્ડબોર્ડ વાપર્યાં છે. જુગાડ મુજબ આ ચીજોથી બનાવેલું બૉક્સ ૧૨ બાય ૧૨ બાય ફુટની રૂમમાં ૧૫ મિનિટની અંદર ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ સુધારી દે છે.


