એને કારણે શર્ટ લેગોમાંથી બન્યું હોવા છતાં સરળતાથી વળી શકે એવું છે અને શરીર પર આરામથી પહેરી શકાય એમ છે.
લેગોના બ્લૉક્સથી બનેલું શર્ટ
લેગો બ્રિક એ માત્ર બાળકોનું રમકડું નથી રહ્યું. મોટી ઉંમરના લેગોપ્રેમીઓએ આ ટચૂકડી બ્રિક્સમાંથી મસમોટી કૃતિઓ બનાવીને રેકૉર્ડ્સ બનાવ્યા છે. જોકે આર્થર સી નામના એક લેગો-ક્રીએટરે આ પહેલાં કદી ન બન્યું હોય એવી ચીજ બનાવી છે. એ છે લેગોનું ટી-શર્ટ. અને હા, એ પહેરી શકાય એવું પણ છે. લેગોની બ્રિક્સ તો પ્લાસ્ટિકના હાર્ડ મટીરિયલની બનેલી હોય છે એટલે શર્ટ બનાવવામાં આવે એ પણ એકદમ કડક જ હોય. પરંતુ આર્થરભાઈએ ક્રીએટિવિટી વાપરી છે. તેમણે લેગોની બ્રિક્સને જોડવા માટે એવી મેટલની ચેઇન રિંગનો ઉપયોગ કર્યો છે કે એક પણ બ્રિક એમાંથી છૂટે નહીં અને એ મેટલની ચેઇન જાળી જેવી હોવાથી ફ્લેક્સિબલ પણ રહે. એને કારણે શર્ટ લેગોમાંથી બન્યું હોવા છતાં સરળતાથી વળી શકે એવું છે અને શરીર પર આરામથી પહેરી શકાય એમ છે.
