આરસીબીના કેટલાક ફૅન્સ એક વિચિત્ર કાર સાથે જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ જ પ્રકારનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સફેદ કારને લીંબુ અને લીલા મરચાથી શણગારવામાં આવી છે. આવું કરવા પાછળનું કારણ એવું હતું છે કે આરસીબીને આ મૅચ જીતવામાં કોઈ ખરાબ શુકન ન લાગે
ડ્રેક, લીંબુ-મરચાંથી શણગારેલી કાર અને વાયરલ જાહેરાત (તસવીર: સોશિયલ મીડિયા)
આઇપીએલ 2025 ની ફાઇનલને કેટલાક કલાકો રહી ગયા છે. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ અને પંજાબ કિંગ્સ (IPL 2025 Finals RCB vs PBKS) વચ્ચે અમદાવાદમાં જોરદાર મુકાબલો થવાનો છે. જોકે માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ નહીં સોશિયલ મીડિયા અને હૉલિવૂડ સુધી તેનો ક્રેઝ અને ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ મૅચ માટે લોકો કેવા પ્રકારનું ગાંડપણ કરી શકે છે અને તેની ઉજવણી કરી શકે છે, તે જોવા મળ્યું છે.
ફૅન્સ લઈ આવ્યા લીંબુ અને લીલા મરચાથી સજાવેલી કાર
ADVERTISEMENT
View this post on Instagram
આરસીબીના કેટલાક ફૅન્સ એક વિચિત્ર કાર સાથે જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ જ પ્રકારનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સફેદ કારને લીંબુ અને લીલા મરચાથી શણગારવામાં આવી છે. આવું કરવા પાછળનું કારણ એવું હતું છે કે આરસીબીને આ મૅચ જીતવામાં કોઈ ખરાબ શુકન ન લાગે અને ટીમને પણ કોઈ નજર ન લાગે.
રૅપર ડ્રેકે આરસીબીની જીત પર લગાવ્યો 6.25 કરોડનો સટ્ટો
View this post on Instagram
ગ્રેમી વિજેતા રૅપર ડ્રેકે RCB ને ટેકો સપોર્ટ આપ્યો છે. ડ્રેકે ખુલાસો કર્યો કે તેણે IPL 2025 ફાઇનલ (IPL 2025 Finals RCB vs PBKS) જીતવા માટે RCB પર ₹6.25 કરોડ (આશરે $750,000) નો સટ્ટો લગાવ્યો છે, અને તે આ શરત જીતે તો તેને ₹10.94 કરોડ (આશરે $1.312 મિલિયન) થી વધુ પૈસા મળશે.
કોન્ડમ કંપનીની જાહેરાતની ચર્ચા
View this post on Instagram
આઇપીએલની ફાઇનલ મૅચ માટે પોતાના પ્રોડક્ટની આ રીતે પણ જાહેરાત થઈ શકે છે, તેવી કલ્પના પણ ન થઈ શકે. કારણ કે જાણીતી કોન્ડમ કંપની ડ્યુરેક્સે તેમના સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટે ચર્ચા જગાવી છે. તેમણે લખ્યું 18 વર્ષ 2 વર્જીન આજે રાત્રે કોણ લકી થશે. જેનો અર્થ એમ છે કે 18 વર્ષમાં બન્ને ટીમ એકપણ વખત ટ્રૉફી જીતી નથી, જેથી આજે રાત્રે કોનું નસીબ જોર કરશે? આ પોસ્ટની પણ જોરદાર ચર્ચા થઈ રહી છે.
કેવું રહેશે અમદાવાદનું વાતાવરણ
અહેવાલ મુજબ રવિવારે બપોરે અમદાવાદમાં વરસાદની 66 ટકા શક્યતા હતી, જે પંજાબ અને આરસીબી બન્ને ટીમો અને તેમના ચાહકો માટે ફાઇનલ અંગે થોડી ચિંતા પેદા કરતું હતું. શહેરનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની અને ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. જોકે, સાંજ સુધીમાં પરિસ્થિતિ હળવી થવાની ધારણા છે, વરસાદની શક્યતા ઘટીને માત્ર 5 ટકા થઈ જશે. તેમ છતાં, 33 ટકા વાદળછાયું વાતાવરણ હજી પણ બન્ને કેમ્પને આગળ રાખી શકે છે. જેથી જો વરસાદ આજની મૅચ ન બગાડે તો આજે આઇપીએલને એક નવો અને ફર્સ્ટ ટાઈમ ચૅમ્પિયન મળશે.

