Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પહેલાં નકામી ગણીને ફેંકી દીધેલી લૉટરીની ટિકિટ પર ૧૧ કરોડ રૂપિયાનો જેકપૉટ લાગતાં ૬ ટન કચરો ફંફોસ્યો

પહેલાં નકામી ગણીને ફેંકી દીધેલી લૉટરીની ટિકિટ પર ૧૧ કરોડ રૂપિયાનો જેકપૉટ લાગતાં ૬ ટન કચરો ફંફોસ્યો

Published : 07 August, 2026 01:52 PM | IST | Rome
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇટલીમાં એક મહિલાએ મશીનની ભૂલને કારણે લૉટરીની ટિકિટ નકામી સમજીને કચરામાં ફેંકી દીધી હતી. બાદમાં ખબર પડી કે એ ટિકિટ પર આશરે ૧૧ કરોડ રૂપિયાનો જેકપૉટ લાગ્યો હતો. ત્યાર બાદ ૬ ટન કચરો ખંગાળી આખરે ટિકિટ મળી ગઈ.

પહેલાં નકામી ગણીને ફેંકી દીધેલી લૉટરીની ટિકિટ પર  ૧૧ કરોડ રૂપિયાનો જેકપૉટ લાગતાં ૬ ટન કચરો ફંફોસ્યો

પહેલાં નકામી ગણીને ફેંકી દીધેલી લૉટરીની ટિકિટ પર ૧૧ કરોડ રૂપિયાનો જેકપૉટ લાગતાં ૬ ટન કચરો ફંફોસ્યો


ઇટલીમાં એક મહિલાએ લૉટરીની ટિકિટ ખરીદી હતી અને રિઝલ્ટના દિવસે તે સ્ટૉલ પર જઈને ચેક પણ કરી આવી. જોકે લૉટરીના સ્ટૉલ પર લાગેલા મશીનમાં એરર આવતાં તેના ટિકિટ-નંબર પર ‘નો પ્રાઇઝ’ લખેલું મળ્યું. નિરાશ થઈને તેણે એ ટિકિટ ત્યાં જ કચરાની પેટીમાં ફેંકી દીધી. જોકે જ્યારે તે ઘરે પહોંચી ત્યારે પરિવારના સદસ્યોએ કહ્યું કે તેની લૉટરીની ટિકિટ પર તો જેકપૉટ લાગ્યો છે અને એ ૧ મિલ્યન યુરોનો એટલે કે આશરે ૧૧ કરોડ રૂપિયાનો છે. આ સાંભળીને તેના પગ તળેથી ધરતી સરકી ગઈ. નકામી સમજીને ફેંકી દીધેલી પેલી ટિકિટ ૧૧ કરોડ રૂપિયાની નીકળી. તે તરત જ ભાગી પેલા સ્ટૉલ પર. ત્યાંની કચરાપેટી જોઈ તો કાઉન્ટીનું ડમ્પર કચરો ઉઠાવી ગયેલું. આટલા રૂપિયા માટે તેણે ગાર્બેજ ડિપાર્ટમેન્ટમાં જઈને વિનંતી કરી. ગાર્બેજનું મૅનેજમેન્ટ કરતા રૉબર્ટો નિકોલા નામના અધિકારીએ તેની ટીમને કામે લગાવીને ૬ ટન કચરો ફંફોસ્યો. પેલી મહિલા પણ એ કામમાં મદદે આવી હતી. સુખદ અંત એ આવ્યો કે તેને લૉટરીની ટિકિટ પાછી મળી ગઈ.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 01:52 PM IST | Rome | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK