જે મીઠાઈના નામમાં ‘પાક’ શબ્દ આવે છે એને બદલે હવે કંદોઈઓએ શ્રી શબ્દ લગાવી દીધો છે.
જોઈ લો આ તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભલે સીઝફાયર થઈ ગયું હોય, પરંતુ હજીયે ભારતીયોનો ગુસ્સો શાંત નથી થયો. ભારતીયો દરેક પાકિસ્તાની ચીજને ભારતમાંથી હાંકી કાઢવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. જોકે જયપુરમાં મીઠાઈની દુકાનોમાં પણ એની અસર જોવા મળી છે. જે મીઠાઈના નામમાં ‘પાક’ શબ્દ આવે છે એને બદલે હવે કંદોઈઓએ શ્રી શબ્દ લગાવી દીધો છે. મૈસુર પાકને બદલે મૈસુરશ્રી, મોતીપાકને બદલે મોતીશ્રી. એવી જ રીતે દરેક મીઠાઈમાંથી પાકનો સફાયો થઈ ગયો છે.

