આ ઘટના ૨૮ ઑગસ્ટની છે જ્યારે જમ્મુમાં પૂરને કારણે અનેક ગામો વહી ગયાં હતાં. આ વિડિયોને લાખો લોકોએ લાઇક કર્યો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
જમ્મુ-કાશ્મીરમાં ગયા અઠવાડિયે વાદળ ફાટવાને કારણે જબરદસ્ત તબાહી મચી હતી. નદીનાં પાણી ગામોમાં ફરી વળતાં પૂર જેવી સ્થિતિ બની હતી. જોકે એમાં એક વ્યક્તિ કમર સુધીના પાણીમાં એક વાછરડાને ખભે ઊંચકીને રેસ્ક્યુ કરતી જોવા મળી હતી. નરિન્દર સિંહ નામના યુઝરે આ વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘ગોમાતાની સેવા કરવાથી આશીર્વાદ મળશે. પૂરની હાલતમાં ગોમાતાને સુરક્ષિત બચાવતો ગોમાતાનો સેવક.’ આ ઘટના ૨૮ ઑગસ્ટની છે જ્યારે જમ્મુમાં પૂરને કારણે અનેક ગામો વહી ગયાં હતાં. આ વિડિયોને લાખો લોકોએ લાઇક કર્યો હતો.

