Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩૦ મિનિટ કૉફિનમાં ધ્યાન કરો, જીવનની શાંતિ પામો

૩૦ મિનિટ કૉફિનમાં ધ્યાન કરો, જીવનની શાંતિ પામો

Published : 01 March, 2026 02:46 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીવન જીવવા જેવું ન લાગી રહ્યું હોય ત્યારે યુવાનો આ પ્રકારની થેરપી લઈ લે તો તેમની જીવવાની ઇચ્છા ફરી મજબૂત થઈ શકે છે.

કૉફિન લાઇંગ

અજબ ગજબ

કૉફિન લાઇંગ


‍જપાનમાં નવો ટ્રેન્ડ વિકસી રહ્યો છે. એનું નામ છે કૉફિન લાઇંગ. મતલબ કે કબરમાં મૂકવામાં આવતા કૉફિનની અંદર સૂઈ જવું. થોડીક મિનિટો માટે જીવતેજીવ કૉફિનમાં શાંતિથી ધ્યાન ધરવાથી જીવનની અનેક સમસ્યાઓ સૉલ્વ થઈ જાય છે. જે લોકોને ખાસ કરીને જીવનમાં ખૂબ ડર અને બેચેની લાગતાં હોય અને માનસિક અશાંતિ મહેસૂસ થતી હોય તેમણે હવે જપાનના ટોક્યોમાં આવેલા એક સ્પામાં જઈને કૉફિનમાં સૂઈ આવવાનો અખતરો કરવા જેવો છે. અલગ-અલગ શેપ અને સાઇઝના કૉફિનમાંથી મનપસંદ પસંદગી કરીને એમાં ૩૦ મિનિટનું ધ્યાન કરવાથી અલગ જ પ્રકારનું માનસિક હીલિંગ થતું હોવાનો દાવો થઈ રહ્યો છે. એમાં એક સેશનના ૧૧૦૦ રૂપિયા લેવાય છે. નવાઈની વાત એ છે કે આ ટ્રેન્ડ યુવાનોમાં ખૂબ ફેમસ છે. યુવાનો ખૂબ જ વર્ક-સ્ટ્રેસ અને માનસિક તાણમાં જીવે છે ત્યારે તેમને અચાનક જ મૃત્યુ જેવી ભીષણ શાંતિનો અનુભવ આપતું ધ્યાન ખૂબ ફાયદો કરાવી રહ્યું છે. સ્પામાં તમને કૉફિનની અંદર હળવું મ્યુઝિક સાંભળવું હોય તો એની પણ વ્યવસ્થા છે. જોકે સ્પાવાળાનું કહેવું છે કે એકદમ નીરવ શાંતિ પસંદ કરવાથી વધુ ફાયદો થાય છે. જીવન જીવવા જેવું ન લાગી રહ્યું હોય ત્યારે યુવાનો આ પ્રકારની થેરપી લઈ લે તો તેમની જીવવાની ઇચ્છા ફરી મજબૂત થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 02:46 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK