Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇન્ટરનેટની સ્પીડ મળતી હોવાથી ગામના ચોકનું નામ પાડ્યું યુટ્યુબ ચોક

ઇન્ટરનેટની સ્પીડ મળતી હોવાથી ગામના ચોકનું નામ પાડ્યું યુટ્યુબ ચોક

Published : 20 April, 2026 02:46 PM | Modified : 20 April, 2026 02:47 PM | IST | Palamau
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંચાયતની મુખિયા જીના દેવીએ લોકોની સુવિધા માટે ચોક પાસે ખુરસીઓ પણ ગોઠવી દીધી છે જેથી ત્યાં બેસીને લોકોએ ઇન્ટરનેટ વાપરવું હોય તો શક્ય બને

યુટ્યુબ ચોક

અજબગજબ

યુટ્યુબ ચોક


ઝારખંડના ગઢવા જિલ્લામાં એક ગામના ચોકને કોઈ નેતા કે મહાપુરુષનું કે ગામની કોઈ ખાસિયતનું નામ નથી અપાયું, પરંતુ નામ છે યુટ્યુબ ચોક. વિશ્રામપુર પંચાયતના એક ચૌરાહાનું નામ યુટ્યુબ ચોક છે. એનું કારણ એ છે કે આ જગ્યા પર ઇન્ટરનેટનું નેટવર્ક સૌથી સારું પકડાય છે. જેવા તેઓ ગામની અંદરના ભાગની ગલીઓમાં કે ઘરોમાં જાય છે ઇન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. એને કારણે જો કોઈકને વિડિયો જોવો હોય કે યુટ્યુબ પર સર્ફિંગ કરવું હોય તો આ ચોક પાસે આવી બેસી જાય છે. આ જ કારણોસર હવે ચોકનું નામ જ પડી ગયું યુટ્યુબ ચોક. પંચાયતની મુખિયા જીના દેવીએ લોકોની સુવિધા માટે ચોક પાસે ખુરસીઓ પણ ગોઠવી દીધી છે જેથી ત્યાં બેસીને લોકોએ ઇન્ટરનેટ વાપરવું હોય તો શક્ય બને. આ જગ્યા પર મોટા ભાગે લોકો ખેતી અને કામકાજની યુટ્યુબ રીલ્સ જોઈને જાણકારી મેળવે છે. આ ચોક એક રીતે ગામના ખેડૂતો માટે જાણકારી મેળવવાનું માધ્યમ બની ગયો છે. અહીંના લોકો યુટ્યુબ માત્ર મનોરંજન માટે જ નહીં, ખેતી અને ટેક્નૉલૉજીના નવા પાઠો શીખવા માટે પણ જુએ છે. જુવાન પેઢી ગામના બુઝુર્ગોને ઇન્ટરનેટ પરથી કામના સુધારા માટેના વિડિયો જોતાં શીખવામાં પણ મદદ કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 02:47 PM IST | Palamau | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK