રાજસ્થાનના જોધપુરમાં મીઠાઈની દુકાનમાં કેટલીક સ્વીટ્સ જોઈને પહેલી નજરે ગોથું ખાઈ જવાય એવું છે. આ મીઠાઈઓ સૂતળી બૉમ્બ, ચકરડી, ચકરી જેવા આકારમાં અને અદ્દલ એવી જ સજાવટ કરીને બનાવાઈ છે. કાજુ, બદામ, પિસ્તા અને ડ્રાય ફ્રૂટ્સમાંથી બનેલી આ મીઠાઈ.
ફટાકડા-મીઠાઈ
રાજસ્થાનના જોધપુરમાં મીઠાઈની દુકાનમાં કેટલીક સ્વીટ્સ જોઈને પહેલી નજરે ગોથું ખાઈ જવાય એવું છે. આ મીઠાઈઓ સૂતળી બૉમ્બ, ચકરડી, ચકરી જેવા આકારમાં અને અદ્દલ એવી જ સજાવટ કરીને બનાવાઈ છે. કાજુ, બદામ, પિસ્તા અને ડ્રાય ફ્રૂટ્સમાંથી બનેલી આ મીઠાઈ જોઈને એવું લાગી શકે કે આ ફટાકડાની દુકાન તો નથીને? જોકે આ ફટાકડા સંપૂર્ણપણે ખાઈ શકાય એવા છે અને ભાવ પણ પરવડે એવો છે. એક કિલોના ૨૬૦૦થી ૩૦૦૦ રૂપિયા છે.
