Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૬.૫ કિલોનાં ૪ ફુટનાં સોનાનાં સૌથી મોટાં ઝૂમખાંએ તોડ્યા બે રેકૉર્ડ

૧૬.૫ કિલોનાં ૪ ફુટનાં સોનાનાં સૌથી મોટાં ઝૂમખાંએ તોડ્યા બે રેકૉર્ડ

Published : 26 October, 2026 01:50 PM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈમાં ૧૬.૫ કિલો વજનનાં સોનાનાં ઝૂમખાંની એક જોડીએ બે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા છે. ભારતીય જ્વેલરી કંપની જૉયલુક્કાસ જ્વેલરીએ આ ઝૂમખાં તૈયાર કર્યાં છે. કંપનીએ આ ઝૂમખાં દ્વારા દુનિયાનાં સૌથી ભારે અને સૌથી મોટાં ઝૂમખાંનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.

૧૬.૫ કિલોનાં ઝૂમખાં

અજબ ગજબ

૧૬.૫ કિલોનાં ઝૂમખાં


દુબઈમાં ૧૬.૫ કિલો વજનનાં સોનાનાં ઝૂમખાંની એક જોડીએ બે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા છે. ભારતીય જ્વેલરી કંપની જૉયલુક્કાસ જ્વેલરીએ આ ઝૂમખાં તૈયાર કર્યાં છે. કંપનીએ આ ઝૂમખાં દ્વારા દુનિયાનાં સૌથી ભારે અને સૌથી મોટાં ઝૂમખાંનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. આ ઝૂમખાં બાવીસ કૅરૅટ સોનાથી બન્યાં છે. મયૂર સહસ્ર નામ ધરાવતાં આ ઝૂમખાં ૨૪ ઑક્ટોબરે દુબઈના ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ ગણાતા જ્વેલ ઑફ જૉય શોરૂમમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. મયૂર સહસ્રનો અર્થ થાય ૧૦૦૦ મોર. ભારતીય સંસ્કૃતિમાં મોરને સુંદરતા અને શાલીનતાનું પ્રતીક માનવામાં આવે છે એટલે ઝૂમખાંની ડિઝાઇન મોરથી પ્રેરિત છે. આ ઝૂમખાં તૈયાર કરવા માટે પંચાવન કુશળ કારીગરોએ મહિનાઓ સુધી મહેનત કરી હતી. એના ઘડામણમાં કારીગરોને કુલ ૫૮૪૦ કલાક લાગ્યા હતા. ઝૂમખાંની લંબાઈ ૧.૨૧૫ મીટર એટલે કે લગભગ ૪ ફુટની છે અને વ્યાસ ૦.૬૮૨ મીટર છે. આ ઝૂમખાં જોવા હોય તો દુબઈના જ્વેલ ઑફ જૉય બાય જૉયલુક્કાસના શોરૂમમાં સ્થાયીરૂપે પ્રદર્શન માટે રાખવામાં આવ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 01:50 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK