રાજસ્થાનના કરૌલીમાં આવેલું બગીચેવાલે હનુમાન મંદિર વર્ષના મોટાભાગના સમય પાણીમાં ડૂબેલું રહે છે. માત્ર ઉનાળાના બે મહિના અહીં કમર સુધીના પાણીમાં જઈને દર્શન કરી શકાય છે. મંદિરમાં હનુમાનજીના ખભા પર રામ અને લક્ષ્મણ બિરાજમાન છે.
હનુમાન મંદિર
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં એક એવું હનુમાન મંદિર છે જે આખું વર્ષ પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્ત ઉનાળાના બે મહિના એમાં કમરસમા પાણીમાં દર્શન કરવા જઈ શકાય છે. વરસાદના દિવસોમાં આ મંદિર જળમગ્ન થઈ જાય છે. આ એવું મંદિર છે જ્યાં હનુમાનજીના ખભા પર ભગવાન રામ અને લક્ષ્મણજી બિરાજમાન છે અને એને ચમત્કારિક માનવામાં આવે છે. ભાવિકો બાધા રાખવા માટે આ મંદિરમાં આવતા રહે છે.
ચારે તરફ પાણી હોવા છતાં એ મજબૂતીથી ઊભું છે. કરૌલીના વીરવાંસના પહાડોમાં આ મંદિર આવેલું છે અને ૪૦ વર્ષથી પાણીથી ઘેરાયેલું છે. આ મંદિર પાસે જ અંજનીમાતાનું મંદિર છે. ભાવિકોમાં આ મંદિર બગીચેવાલે હનુમાન તરીકે પ્રસિદ્ધ છે અને હજારો વર્ષ પ્રાચીન માનવામાં આવે છે.
