અમેરિકાના ન્યુ જર્સી રાજ્યનો સૌથી આલીશાન અને મોંઘો બંગલો એક વાર ફરીથી ચર્ચામાં છે.
મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાનના જમાઈ દાનિયોર કેસિકાબાયેવએ ન્યુ જર્સીનો સૌથી મોંઘો બંગલો ખરીદ્યો છે.
મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાનના જમાઈ દાનિયોર કેસિકાબાયેવએ ન્યુ જર્સીનો સૌથી મોંઘો બંગલો માત્ર ૯૦૦ રૂપિયામાં ખરીદી લીધો છે. એમાં ૯ બેડરૂમ અને હોટેલ જેવા બે સ્વિમિંગ-પૂલ અને લક્ઝરી સુવિધાઓ છે.
અમેરિકાના ન્યુ જર્સી રાજ્યનો સૌથી આલીશાન અને મોંઘો બંગલો એક વાર ફરીથી ચર્ચામાં છે. લગભગ ૨૯૦ કરોડ રૂપિયાની અનુમાનિત કિંમતવાળો મહેલ જેવો બંગલો માત્ર ૧૦ ડૉલર એટલે કે લગભગ ૯૦૦ રૂપિયામાં વેચાઈ ગયો. આ ચોંકાવનારી ડીલ મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન નજીબ રઝાકના જમાઈ દાનિયારે કરી છે. દાનિયર કઝાખસ્તાનના ભૂતપૂર્વ તાનાશાહના પરિવારના હોવાથી તેમને ત્યાંના પ્રિન્સ કહેવામાં આવે છે. તેમણે ખરીદેલો ન્યુ જર્સીનો બંગલો ૩.૧ એકરમાં ફેલાયેલો છે. એમાં બાસ્કેટબૉલ કોર્ટ, હોમ થિયેટર, લાઇબ્રેરી અને લક્ઝરી ગાડીઓનું ગૅરેજ છે. કઝાખસ્તાનના પ્રિન્સે આ બંગલો ગયા વર્ષે માત્ર ૧૦ ડૉલર આપીને પોતાના નામે ટ્રાન્સફર કરાવ્યો હોવાની વાત તાજેતરમાં બહાર આવી છે.
ADVERTISEMENT
૨૦૧૨માં આ પ્રૉપર્ટી ૧૬૫ કરોડ રૂપિયાના કૅશ પેમેન્ટથી એક ગુમનામ કંપનીને વેચવામાં આવી હતી જે દાનિયારની કંપની સાથે જ સંકળાયેલી હતી. એ સમયે આ ડીલ ન્યુ જર્સીની સૌથી મોંઘી ડીલ હતી. જોકે એ વખતે નામ ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયામાં ગરબડ થઈ હતી. તાજેતરમાં એ પ્રક્રિયા પૂરી કરવાનું કામ માત્ર ૧૦ ડૉલરના ટોકનમાં કરવામાં આવ્યું હતું અને હવે એ બંગલો દાનિયારના નામે થઈ ગયો હતો.
