હેલન અને સલીમ ખાન સાથેના સંબંધો વિશે વાત કરતાં સોનીએ કહ્યું હતું કે ‘હું હેલનને ઘણાં વર્ષો પહેલાં મળી હતી. ત્યારે હું મહેશ ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતી. તે સમયે હેલન-સલીમસાહેબ અને હું-મહેશ ડબલ ડેટ પર જતાં હતાં.
સોની રાજદાન ( સૌજન્ય મિડડે)
આલિયા ભટ્ટની મમ્મી અને ઍક્ટ્રેસ સોની રાઝદાન હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં રિલીઝ થયેલી કરિશ્મા કપૂરની ક્રાઇમ-થ્રિલર વેબ-સિરીઝ ‘બ્રાઉન’માં તે મહત્ત્વનો રોલ કરી રહી છે. સોનીએ આ સિરીઝમાં કરિશ્મા કપૂર ઉપરાંત ઍક્ટ્રેસ હેલન સાથે પણ સ્ક્રીન શૅર કરી છે. આ સિરીઝના પ્રમોશન દરમ્યાન સોનીએ હેલન સાથેના પોતાના દાયકાઓ જૂના સંબંધો અને યાદગાર ક્ષણો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે હેલન સાથેની તેમની મિત્રતા ઘણાં વર્ષો જૂની છે અને તે અવારનવાર હેલન તથા સલીમ ખાનના ઘરે જતી હતી.
હેલન અને સલીમ ખાન સાથેના સંબંધો વિશે વાત કરતાં સોનીએ કહ્યું હતું કે ‘હું હેલનને ઘણાં વર્ષો પહેલાં મળી હતી. ત્યારે હું મહેશ ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતી. તે સમયે
હેલન-સલીમસાહેબ અને હું-મહેશ ડબલ ડેટ પર જતાં હતાં. આ વાત ૧૯૮૦ના દાયકાની છે. આ સમય દરમ્યાન મહેશ ભટ્ટ અને સલીમ ખાન ‘નામ’ ફિલ્મ માટે સાથે કામ કરી રહ્યા હતા. આ સમય દરમ્યાન બન્ને પરિવારો વચ્ચે ખૂબ સારી મિત્રતા હતી અને અમે એકબીજાના ઘરે આવતાં-જતાં રહેતાં હતાં. અમે બધાં ત્યારે ખૂબ યુવાન હતાં. એ એક અલગ જ સંબંધ અને અલગ જ સમય હતો.’
