કેરલાના પાનાપુઝા નામના ગામમાં પ્રમોદ અને બિનિશ નામના બે યુવકોની વન અધિકારીઓએ અજગર મારીને ખાવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેમના ઘરની પાસે રબરનાં વૃક્ષોનો એક બાગ આવેલો છે.
બે યુવકોએ એક અજગર માર્યો અને પછી એનું માંસ રાંધીને ખાધું
કેરલાના પાનાપુઝા નામના ગામમાં પ્રમોદ અને બિનિશ નામના બે યુવકોની વન અધિકારીઓએ અજગર મારીને ખાવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેમના ઘરની પાસે રબરનાં વૃક્ષોનો એક બાગ આવેલો છે. બુધવારે ત્યાં દેખાયેલા એક અજગરનો પ્રમોદ અને બિનિશે શિકાર કર્યો હતો. એ પછી પ્રમોદના ઘરે અજગરનું શબ લઈને એનું માંસ રાંધીને ખાધું હતું. આ છૂપી માહિતી વનવિભાગને મળતાં વન્ય અધિકારીઓની ટીમે પ્રમોદના ઘરે છાપો માર્યો હતો. તેના ઘરે અજગરના શરીરના અવશેષો અને રાંધેલી વાનગી પણ મળ્યાં હતાં.

