Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૬૦ વર્ષના સ્કૂલના સંચાલકને ૨૮ વર્ષની ટીચર સાથે થયો પ્રેમ, નેપાલ જઈને લગ્ન કર્યાં

૬૦ વર્ષના સ્કૂલના સંચાલકને ૨૮ વર્ષની ટીચર સાથે થયો પ્રેમ, નેપાલ જઈને લગ્ન કર્યાં

Published : 24 February, 2026 02:44 PM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવાઈની વાત એ છે કે રાકેશ સહા પરિણીત છે અને તેને પત્ની અને દીકરી પણ છે. પોલીસ-કમ્પ્લેઇન થયા પછી ટીચરે વિડિયો બનાવીને જાહેર કર્યું હતું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યાં છે. 

સ્કૂલના ૬૦ વર્ષના સંચાલક-કમ-પ્રિન્સિપાલ અને ૨૮ વર્ષની યુવતીએ નેપાલમાં લગ્ન કરી લીધાં

અજબગજબ

સ્કૂલના ૬૦ વર્ષના સંચાલક-કમ-પ્રિન્સિપાલ અને ૨૮ વર્ષની યુવતીએ નેપાલમાં લગ્ન કરી લીધાં


બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક પ્રાઇવેટ સ્કૂલના ૬૦ વર્ષના સંચાલક-કમ-પ્રિન્સિપાલ અને તેમની જ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી ૨૮ વર્ષની યુવતીએ નેપાલમાં લગ્ન કરી લીધાં હતાં. રાકેશ સહા એક પ્રાઇવેટ સ્કૂલ ચલાવે છે અને તેમની સ્કૂલમાં શાઇસ્તા પરવીન નામની ૨૮ વર્ષની યુવતી ટીચર તરીકે કામ કરતી હતી. બાળકોને ભણાવતાં-ભણાવતાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ૧૮ ફેબ્રુઆરીએ તેઓ નેપાલના જનકપુર ધામ પહોંચ્યાં હતાં અને ત્યાં જઈને લગ્ન કરી લીધાં હતાં. લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરતાં તેમના ગામમાં હોબાળો મચી ગયો હતો. શાઇસ્તાના ભાઈએ ઔરાઈ ગામના પોલીસ-સ્ટેશને જઈને તેની બહેનનું અપહરણ કરીને લઈ જવાઈ હોવાનો કેસ નોંધાવ્યો હતો. નવાઈની વાત એ છે કે રાકેશ સહા પરિણીત છે અને તેને પત્ની અને દીકરી પણ છે. પોલીસ-કમ્પ્લેઇન થયા પછી ટીચરે વિડિયો બનાવીને જાહેર કર્યું હતું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 02:44 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK