અંજલિ ચૌહાણ નામની મેંદી આર્ટિસ્ટે મેંદીથી એક પેઇન્ટિંગ બનાવ્યું છે જેને બુક્સ ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે
અષાઢી બીજ વખતે ભગવાન જગન્નાથજીની યાત્રા શરૂ થતી હતી એ નિમિત્તે તેણે આ પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી
મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં જાવદ ગામની અંજલિ ચૌહાણ નામની મેંદી આર્ટિસ્ટે મેંદીથી એક પેઇન્ટિંગ બનાવ્યું છે જેને બુક્સ ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. પાંચ ફુટ બાય પાંચ ફુટના આ પેઇન્ટિંગ માટે અંજલિને ૧૦ દિવસ લાગ્યા હતા. આ માટે તેણે ૭૦૦ ગ્રામ મેંદી વાપરી હતી. મેંદીની સાથે એમાં ખાંડ અને ફેવિકૉલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એને કારણે કૉન દ્વારા બનેલી ડિઝાઇન કૅન્વસ પર બરાબર ચોંટી ગઈ હતી અને મેંદી સુકાયા પછી પણ એની પપડી ખરી ન પડે એ માટે મેંદી સુકાયા બાદ એની પર પાતળી ફૅવિકોલની પરત લગાવવામાં આવી હતી. અષાઢી બીજ વખતે ભગવાન જગન્નાથજીની યાત્રા શરૂ થતી હતી એ નિમિત્તે તેણે આ પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી. સોશ્યલ મીડિયામાં આ પેઇન્ટિંગ વાઇરલ થયું હતું અને બુક્સ ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એને સ્થાન મળ્યું હતું.
