બૅલેન્સિએગાનો આ ડ્રેસ ૮૯૦૦ ડૉલર એટલે કે લગભગ ૭.૫ લાખ રૂપિયાથી વધુની કિંમતનો છે. આવી ફૅશન પર હસવું કે રડવું?
ડ્રેસ
લક્ઝરી ફૅશનબ્રૅન્ડ બૅલેન્સિએગાએ ફરી એક વાર ક્રીએટિવિટીના નામે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી છે. આ વખતે કંપનીએ શિપિંગ બૉક્સ એટલે કે કાર્ડબોર્ડ બૉક્સનો ડ્રેસ તૈયાર કર્યો છે. આ ડ્રેસ જોઈને લાગે છે કે મૉડલોએ ઍમૅઝૉન કે ફ્લિપકાર્ટ જેવા ઑનલાઇન શૉપિંગમાં આવતાં બૉક્સને કાપીને શરીરે પહેરી લીધાં છે. આપણે આ કાર્ડબોર્ડ બૉક્સને ફેંકી દઈએ છીએ અથવા તો રીસાઇકલ કરવા વેચીને દસ-વીસ રૂપિયા કમાઈ લઈએ છીએ, પણ બૅલેન્સિએગાનો આ ડ્રેસ ૮૯૦૦ ડૉલર એટલે કે લગભગ ૭.૫ લાખ રૂપિયાથી વધુની કિંમતનો છે. આવી ફૅશન પર હસવું કે રડવું?
