ગામના યુવાન ખેડૂત સચિ જાંજર્ને કહ્યું કે બીજા બધા પાક કરતાં ટમેટાંની ખેતીમાં સમય અને શક્તિનો ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન વધુ થાય છે
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
સાતારા જિલ્લાના કોરેગાંવ તાલુકામાં આ ગામ આવેલું છે. ગામનું નામ તો તાડવાલે ગાંવ છે, પરંતુ ગામની ૮૦થી ૯૦ ટકા વસ્તી ૨૦૦ એકર જમીનમાં માત્ર ટમેટાંની જ ખેતી કરતી હોવાથી તાડવાલે ગામને ‘ટમેટાં વિલેજ’ કહેવાય છે. અહીંથી મુંબઈ, વાશી, પુણે અને અન્ય બજારોમાં ટમેટાં ભરીને ટ્રકો રવાના થાય છે. અહીંના ખેડૂતો મુંબઈ અને પુણેની બજારોમાં સમૂહમાં જાય છે અને જથ્થાબંધ વેપારીઓ સાથે ભાવ નક્કી કરે છે. ગામના યુવાન ખેડૂત સચિ જાંજર્ને કહ્યું કે બીજા બધા પાક કરતાં ટમેટાંની ખેતીમાં સમય અને શક્તિનો ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન વધુ થાય છે. ગામમાં ઠેકઠેકાણે ટમેટાંની ખેતી થાય છે. નોકરીમાં કલાકોના કલાકો કામ કર્યા પછી પણ જેટલી આવક મળે એના કરતાં વધુ પૈસા ટમેટાંની ખેતીમાંથી મેળવી લે છે. અહીંના યુવાનો આજે
પણ નોકરીને બદલે ખેતી વિશે વધુ વિચારે છે. સળંગ ૨૪ વર્ષથી ગામમાં ટમેટાંની ખેતી થતી હોવાથી ગ્રામજનોએ અમારાં ટમેટાં અમારા ભાવે વેચવાનો સંકલ્પ કર્યો છે. ટમેટાંને કારણે જ ગામનો સરેરાશ વેપાર ૧૦થી ૧૫ કરોડ રૂપિયા છે.