Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડૉક્ટરસાહેબ, આ સાપે મને ડંખ માર્યો છે...

ડૉક્ટરસાહેબ, આ સાપે મને ડંખ માર્યો છે...

Published : 26 October, 2026 02:01 PM | IST | Ghaziabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટરસાહેબ, આ સાપે મને ડંખ માર્યો છે... પ્લાસ્ટિકની બાલદીમાં ફેણ ચડાવેલો જીવતો સાપ લઈને યુવાન પહોંચ્યો અને પછી સારવાર ન કરાવી

બાલદીમાં ફેણ ચડાવેલો જીવતો સાપ

અજબ ગજબ

બાલદીમાં ફેણ ચડાવેલો જીવતો સાપ


ગાઝિયાબાદની એક હૉસ્પિટલમાં શનિવારે સાંજે વિચિત્ર નજારો જોવા મળ્યો હતો જેને કારણે ત્યાં હાજર ડૉક્ટરો અને દરદીઓના હોશ ઊડી ગયા હતા. સાપ કરડ્યા બાદ એક યુવાન જે સાપે ડંખ માર્યો હતો એને પ્લાસ્ટિકની બાલદીમાં પૂરીને સીધો હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં લઈને પહોંચી ગયો હતો. બાલદીમાં જીવતા ફેણ કાઢીને બેઠેલા સાપને જોઈને ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. તરત જ સુરક્ષા-ગાર્ડ્સે સાવચેતીપૂર્વક બાલટી અને સાપને હૉસ્પિટલ પરિસરની બહાર મુકાવ્યા ત્યારે જઈને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઝેર ચડવા છતાં યુવાન અને તેના પરિવારે સારવાર કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. સાપના ડંખને કારણે યુવાનની હાલત સતત બગડી રહી હતી અને તે અર્ધબેભાન અવસ્થામાં જવા લાગ્યો હતો.
હૉસ્પિટલના ઇમર્જન્સી મેડિકલ ઑફિસર (EMO) ડૉ. મુકેશે પરિવારને ખૂબ સમજાવ્યો કે શરીરમાં ઝેર ફેલાઈ રહ્યું છે અને ઇન્જેક્શન વગર જીવ બચવો મુશ્કેલ છે. છતાં તેઓ ન માન્યા. આખરે ડૉક્ટરે ‘દરદીની પોતાની મરજી અને બેદરકારી’નો ઉલ્લેખ કરીને રેફરલ સ્લિપ બનાવી આપવી પડી અને પરિવાર યુવાન અને સાપ લઈને જતો રહ્યો.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 02:01 PM IST | Ghaziabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK