Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કિડનીની ચોરીના ડરથી કાકા ટાવર પર ચડી ગયા, બે દિવસે માંડ સમજાવીને નીચે ઉતાર્યા

કિડનીની ચોરીના ડરથી કાકા ટાવર પર ચડી ગયા, બે દિવસે માંડ સમજાવીને નીચે ઉતાર્યા

Published : 13 July, 2026 04:20 PM | Modified : 13 July, 2026 04:52 PM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના પાંઢુર્ણામાં 71 વર્ષના અંજુર દિગર કિડની ચોરીના ડરથી 300 મીટર ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગયા હતા. બે દિવસ સુધી સમજાવ્યા બાદ જમાઈની વાત માની તેઓ નીચે ઉતર્યા અને બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા.

કિડનીની ચોરીના ડરથી કાકા ટાવર પર ચડી ગયા, બે દિવસે માંડ સમજાવીને નીચે ઉતાર્યા

કિડનીની ચોરીના ડરથી કાકા ટાવર પર ચડી ગયા, બે દિવસે માંડ સમજાવીને નીચે ઉતાર્યા


સામાન્ય રીતે પ્રેમમાં પડેલા યુવાનો ટાવર પર ચડીને પ્રદર્શન કરતા આવ્યા છે, પરંતુ મધ્ય પ્રદેશના પાંઢુર્ણા ગામમાં ૭૧ વર્ષના એક કાકા અજીબોગરીબ ડરને કારણે મોબાઇલના ટાવર પર ચડી ગયા હતા. અંજુર દિગર નામના કાકા જ્યારે તેમના ઘરેથી બહાર નીકળ્યા ત્યારે પરિવારજનોએ તેમને કહેલું કે આજકાલ કેટલાક એમ જ કોઈને પણ પકડીને કિડની કાઢી લે છે એટલે તમે અજાણ્યા લોકોથી ચેતતા રહેજો. આ વાત તેમના મનમાં ઘર કરી ગયેલી. જ્યારે તેઓ પાંઢુર્ણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં એક મોટું ટોળું હતું અને ભીડ ભેગી થઈ હતી. કોઈક સામાજિક મેળાવડા માટે ભેગા થયેલા લોકોને જોઈને ડરી ગયેલા અંજુરકાકાને લાગ્યું કે આ ટોળું તેમની પાછળ પડ્યું છે અને કદાચ તેમની કિડની કાઢી લેશે. એટલે તેઓ કોઈ તેમને પકડી ન શકે એ માટે ૩૦૦ મીટર ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગયા અને લગભગ ૨૫૦ મીટર ઊંચે જઈને બેસી ગયા. માણસને ટાવર પર ચડેલો જોઈને એની આસપાસ વધુ ભીડ એકઠી થઈ ગઈ. તેમને નીચે ઉતારવા માટે પોલીસ, નગરપાલિકાના માણસો અને હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સુધ્ધાં ત્યાં આવી ગયા અને નીચે ઊતરવા માટે તેમને બહુ કાલાવાલા કર્યા, પણ કંઈ અસર ન થઈ. લગભગ ૪૮ કલાક સુધી કાકા ભૂખ્યા-તરસ્યા એ ટાવર પર જ બેસી રહ્યા. લોકોને લાગી રહ્યું હતું કે આ માણસ કદાચ માનસિક રીતે અસ્વસ્થ છે એટલે તેને બચાવવા કોઈ ઉપર ચડશે અને તે કૂદકો મારી લેશે તો ઊલમાંથી ચૂલમાં પડાશે. બે દિવસે જ્યારે તેમના ગામથી જમાઈ આવ્યો ત્યારે વાત સાફ થઈ. કાકાએ જમાઈને કહ્યું કે આ લોકો તેમની કિડની કાઢી નાખવા માટે ભેગા થયા છે. તેમના ડરનું કારણ સમજ્યા પછી આખરે જમાઈના કહેવાથી કાકા માન્યા અને નીચે ઊતર્યા હતા. બે દિવસ સુધી તેઓ ભૂખ્યા-તરસ્યા હોવાથી તરત તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

 


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 04:52 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK