તેણે તાત્કાલિક સાપ પકડનારાને બોલાવ્યો હતો અને તેણે ACનું ઢાંકણું ખોલીને હાથથી અંદરથી આઠ સાપ બહાર કાઢ્યા હતા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
વિશાખાપટ્ટનમ જિલ્લાના પેન્દુર્થી વિસ્તારમાં રહેતી સત્યનારાયણ નામની વ્યક્તિએ ગરમીની મોસમ શરૂ થતાં ઍર-કન્ડિશનર (AC) શરૂ કર્યું ત્યારે તેને એમાંથી અજબ પ્રકારના અવાજ સાંભળવા મળ્યા હતા. સત્યનારાયણને થયું કે કદાચ ગરોળી ફસાઈ ગઈ હશે, પણ તેણે ધ્યાનથી જોયું તો અંદર મોટો સાપ અને નાનાં-નાનાં બચ્ચાં જોવા મળ્યાં હતાં. તેણે તાત્કાલિક સાપ પકડનારાને બોલાવ્યો હતો અને તેણે ACનું ઢાંકણું ખોલીને હાથથી અંદરથી આઠ સાપ બહાર કાઢ્યા હતા. આ સાપ ઝેર વિનાના પામ સ્નેક હતા. આ સાપ સામાન્ય રીતે તાડ અને નારિયેળનાં વૃક્ષ પર જોવા મળતા હોય છે. માદા સાપ ગરમીની સીઝનમાં ACમાં ઘૂસી ગયો હશે અને એણે ઈંડાં આપ્યાં હશે. આઠ બચ્ચાં બહાર આવી ગયાં હતાં અને એ પોણોથી એક ફુટનાં હતાં. આ સાપ ઝેરી નથી, પણ જો એને ખતરો લાગે તો એ સીધો આંખો પર હુમલો કરે છે.

