Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૨ વર્ષથી હીરો શોધવા અમેરિકાના પાર્કમાં ઘૂમતા માણસને મળ્યો ૯ કરોડનો ડાયમન્ડ

૧૨ વર્ષથી હીરો શોધવા અમેરિકાના પાર્કમાં ઘૂમતા માણસને મળ્યો ૯ કરોડનો ડાયમન્ડ

Published : 07 October, 2026 12:46 PM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાર્કમાં ૧૫ ડૉલર ભરીને તમે એન્ટ્રી લઈ શકો છો અને અહીં તમને એક બાલદી ભરીને પથ્થર વીણી શકો છો

૧૨ વર્ષથી જૅક પિરાડિન નામના ભાઈ અવારનવાર આ પાર્કમાં પોતાનું નસીબ અજમાવવા આવે છે

અજબ ગજબ

૧૨ વર્ષથી જૅક પિરાડિન નામના ભાઈ અવારનવાર આ પાર્કમાં પોતાનું નસીબ અજમાવવા આવે છે


અમેરિકામાં આવેલા ક્રેટર ઑફ ડાયમન્ડ સ્ટેટ પાર્કમાં લોકો પોતાનું નસીબ અજમાવવા જતા હોય છે. આ પાર્ક હીરાની એવી ખાણ સમાન છે જ્યાંથી અનેક લોકોને દુર્લભ હીરા મળી ચૂક્યા છે. આ એ પાર્ક છે જ્યાં અમેરિકાનો સૌથી મોટો ૪૦ કૅરૅટનો હીરો મળી આવ્યો હતો જેનું નામ પાડવામાં આવ્યું હતું અંકલ સૅમ. આ પાર્કમાં ૧૫ ડૉલર ભરીને તમે એન્ટ્રી લઈ શકો છો અને અહીં તમને એક બાલદી ભરીને પથ્થર વીણી શકો છો. એમાંથી જો કોઈ હીરો નીકળે તો તમારાં નસીબ ઊઘડી ગયાં. ૧૨ વર્ષથી જૅક પિરાડિન નામના ભાઈ અવારનવાર આ પાર્કમાં પોતાનું નસીબ અજમાવવા આવે છે. અત્યાર સુધીમાં તેને ૩૦૦થી વધુ કીમતી કહેવાય એવા સ્ટોન્સ મળી ચૂક્યા છે જેની કિંમત લગભગ ૪ કરોડ રૂપિયા જેટલી થઈ ચૂકી છે. આ જ કારણોસર જૅકને હજી વધુ કંઈક કીમતી મળી જાય એવી આશા હોય છે. આ વખતે જૅકનું નસીબ કામ કરી ગયું અને તેને ૬ કૅરૅટનો પીળો હીરો મળ્યો છે. એની કિંમત લગભગ ૧૦ લાખ ડૉલર એટલે કે ૯ કરોડ રૂપિયા અંકાઈ રહી છે. ૧૯૭૨ની સાલથી અત્યાર સુધીમાં આ પાર્કમાંથી ૩૭,૦૦૦થી વધુ હીરા મળી ચૂક્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 12:46 PM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK