મેટાના CEO માર્ક ઝકરબર્ગે લેક તાહો પર તરતા પ્લૅટફૉર્મ પર MMA ચૅમ્પિયન મેરાબ સાથે માર્શલ આર્ટ્સના દાવ અજમાવ્યા અને તેમને પાણીમાં ફેંકી દીધા.
માર્ક ઝુકરબર્ગ
ફેસબુક, વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટાના CEO માર્ક ઝકરબર્ગ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)ના શોખીન છે. જોકે તાજેતરમાં એક વિડિયો તેમની MMAની અલગ લેવલની દીવાનગી બતાવે છે. તેમણે અમેરિકાના લેક તાહો પર ભૂતપૂર્વ અલ્ટિમેટ ફાઇટિંગ ચૅમ્પિયન મેરાબ સાથે માર્શલ આર્ટ્સના દાવ ખેલ્યા હતા. સામાન્ય રીતે આવી માર્શલ આર્ટ્સની ફાઇટ્સ રિન્ગમાં રમાતી હોય, પણ ઝકરબર્ગના મનમાં કંઈક અનોખું હતું. તેમણે પાણીમાં હાલકડોલક થતા પ્લૅટફૉર્મ પર ફાઇટિંગ કરીને ચૅમ્પિયનને ઊંચકીને પાણીમાં ફેંકી દીધો હતો. આ મૅચમાં રેફરી પણ હતો અને તરતી રિન્ગની બીજી તરફ કેટલાક પ્રેક્ષકો પણ હતા.
