Melodi Trend: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. જ્યારે પણ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળે છે, ત્યારે #Melodi ફરી એકવાર ઈન્ટરનેટ પર છવાઈ જાય છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
Narendra Modi + Giorgia Meloni = ‘Melodi’! સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. જ્યારે પણ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળે છે, ત્યારે #Melodi ફરી એકવાર ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. બંને નેતાઓના નામને જોડીને બનેલું આ ટ્રેન્ડ હવે મીમર્સ માટે પણ ફેવરિટ બની ગયું છે. જો કે, આ સમગ્ર ટ્રેન્ડમાં સૌથી વધુ ફાયદો જાણે ‘મેલોડી’ ટોફી બનાવતી Parle Products કંપનીને થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ADVERTISEMENT
તાજેતરમાં થયેલી મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જ્યોર્જિયા મેલોનીને ભારતની લોકપ્રિય ‘મેલોડી’ ટોફીનું પેકેટ ભેટ આપ્યું હતું. નાની લાગતી આ ગિફ્ટે હાઈ-પ્રોફાઈલ બેઠકમાં એક મીઠો અને મિત્રતાભર્યો ટચ ઉમેર્યો હતો. આ જ કારણ છે કે આ ક્ષણ સોશિયલ મીડિયા પર લોકોની ફેવરિટ બની ગઈ છે.
મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ખાસ પળનો વીડિયો શેર કર્યો હતો, જેમાં મોદી તેમને ટોફી આપતા જોવા મળે છે. વીડિયોની સાથે તેમણે સરળ પરંતુ ક્યૂટ કેપ્શન લખ્યું હતું — “Thank You for the gift!”
સોશિયલ મીડિયા પર મજેદાર રિએક્શન
વીડિયો વાયરલ થતા જ ‘Melodi’ ફરી ટ્રેન્ડિંગમાં આવી ગયું. સોશિયલ મીડિયા યુઝર્સે આ પળ પર અનેક મજેદાર પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ તેને બંને દેશોના નેતાઓ વચ્ચે વધતી મિત્રતાનું પ્રતિક ગણાવ્યું, તો કેટલાકે કહ્યું કે “કૂટનીતિમાં પણ હવે મીઠાશ આવી ગઈ!”
મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ખાસ મિત્રતાભર્યો માહોલ જોવા મળ્યો હતો. ડિનર બાદ મોદી અને મેલોનીએ રોમના ઐતિહાસિક Colosseum ની સાથે મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન બંનેને વાતચીત કરતા અને ઐતિહાસિક સ્મારક નિહાળતા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
“Gift માટે Thank You!”
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
મેલોનીએ પોસ્ટ કરેલા વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ તેને લાઈક પણ કર્યો છે. પોસ્ટની રીચ સતત વધી રહી છે અને ‘Melodi’ ટ્રેન્ડ ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
મીમ્સનો પૂર આવ્યો
આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો તો જાણે વરસાદ જ શરૂ થઈ ગયો છે. લોકો અલગ-અલગ અંદાજમાં મજેદાર પોસ્ટ્સ શેર કરી રહ્યા છે.
“મેલોડી કેટલાની આપી?”
Modi Ji Meloni se Milne se Pahle ?#Melodi pic.twitter.com/YFEye1RD3O
— Byomkesh (@byomkesbakshy) May 20, 2026
એક મીમમાં મીમરે લોકપ્રિય ઇન્ફ્લુએન્સરની વાયરલ રીલનો ડાયલોગ વાપરીને ફની રિલ ક્રિએટ કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ મીમને ખૂબ શેર કરી રહ્યા છે.
“મોદીજી, મેલોની અને અમે ઇન્ડિયન્સ!”
Indian watching Modi ji after he has asked them to avoid foreign trips...#Melodi https://t.co/dRZP3se80T pic.twitter.com/Cduar6acfh
— The Flash...!⚡ (@Call_It_Flash) May 20, 2026
એક અન્ય મીમમાં બૉલિવૂડ ફિલ્મના સીનનો ઉપયોગ કરીને મોદી, મેલોની અને ભારતીયોના રિએક્શનને મજેદાર રીતે દર્શાવવામાં આવ્યું છે.
Blinkit પર Melody Out of Stock!
Melody chocolates being out of stock on Blinkit right after the Melodi moment? pic.twitter.com/NdxK3zHJ6F
— SUPRIYA (@Supriyashrivxst) May 20, 2026
એક યુઝરે Blinkit એપનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં ‘Melody’ ચોકલેટ Out of Stock દેખાઈ રહી હતી. આ પોસ્ટ પર પણ ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.
પારલે કંપનીની ‘મોજ’
Parle company`s owner after PM promoting melody chocolate pic.twitter.com/bostU7gKIb
— Phunsuk Wangdu (@Phunsukwangduji) May 20, 2026
કારણ કે ‘Melody’ ટોફી Parle Products બનાવે છે, તેથી સોશિયલ મીડિયા પર હવે કંપનીના ‘માલામાલ’ થઈ જવાના મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. ઘણા યુઝર્સ મજાકમાં કહી રહ્યા છે કે “PM મોદીની એક ગિફ્ટ અને પારલેનો પ્રોફિટ ડબલ!”
પ્રી-વેડિંગ શૂટ
“It feels more like a pre-wedding shoot than a Prime Minister’s visit.”
— Avkush Singh Malik (@AvkushSingh) May 20, 2026
?? pic.twitter.com/dB9XK5wjX5
નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોનીએ રોમના ઐતિહાસિક Colosseum ખાતેની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ એક વધુ મજેદાર મીમ વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા યુઝર્સે બંને નેતાઓની તસવીરોને જોઈને લખ્યું — “આ તો વડાપ્રધાનની મુલાકાત કરતાં વધુ પ્રી-વેડિંગ શૂટ જેવું લાગે છે!”
બંને નેતાઓ વચ્ચેનો હળવો અને મિત્રતાભર્યો અંદાજ જોઈને ઈન્ટરનેટ પર મીમર્સને જાણે મીમ્સ માટે નવું જ કન્ટેન્ટ મળી ગયું હોય તેવું લાગે છે. ખાસ કરીને કોલોસિયમની બેકગ્રાઉન્ડમાં લેવાયેલા ફોટોઝ પર લોકો ફિલ્મી અને રોમેન્ટિક ટ્વિસ્ટ સાથે ફની કેપ્શન્સ બનાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો લખ્યું કે “ડિપ્લોમસીમાં પણ હવે સિનેમેટિક વાઈબ્સ આવી ગઈ!” જ્યારે અન્યોએ ‘#Melodi’ ટ્રેન્ડને ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટૉપ પર પહોંચાડી દીધો.
