Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ટ્રેડિશન અને મૉડર્ન ફૅશનનું ફ્યુઝન છે કાશ્મીરી બૅન્ગલ્સ

ટ્રેડિશન અને મૉડર્ન ફૅશનનું ફ્યુઝન છે કાશ્મીરી બૅન્ગલ્સ

Published : 20 May, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૅશનવર્લ્ડમાં ટ્રેડિશનલ જ્વેલરી સાથે વેસ્ટર્નવેઅરને મૅચ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. દેખાવમાં રૉયલ અને લુકમાં એકદમ કન્ટેમ્પરરી કાશ્મીરી બૅન્ગલ્સ ઇન થિન્ગ છે ત્યારે જાણો એને સ્ટાઇલ કેવી કરી શકાય

બૅન્ગલ્સ

બૅન્ગલ્સ


એ દિવસો ગયા જ્યારે વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે માત્ર મેટાલિક ચેઇન કે મૉડર્ન બ્રેસલેટ્સ જ પહેરાતાં. આજની ફૅશન-ફૉર્વર્ડ જનરેશન ગ્લોબલ ટ્રેન્ડ્સની સાથે ટ્રેડિશનલ જ્વેલેરી ફ્લોન્ટ કરી રહી છે. આ મિક્સ ઍન્ડ મૅચ એટલે કે ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન લુકમાં કાશ્મીરી બેન્ગલ્સનો ક્રેઝ બહુ વધ્યો છે જે તમારા સિમ્પલ વેસ્ટર્ન લુકને પણ હાઈ ફૅશન ટચ આપે છે. કાશ્મીરી બેન્ગલ્સ સામાન્ય બંગડીઓ કરતાં અલગ તરી આવે છે. એ પ્રીમિયમ બ્રાસ બેઝ પર હાઈ ક્વૉલિટી ગોલ્ડ પૉલિશ સાથે તૈયાર થાય છે. એની મુખ્ય વિશેષતા એ છે કે એમાં અમેરિકન ડાયમન્ડ, ઝીણું મીનાકારી કામ અથવા મલ્ટિકલર સ્ટોન લગાવવામાં આ‍વે છે. જે બાબત એને સૌથી અનોખી બનાવે છે એ છે એની નીચે લટકતી નાની-નાની ક્યુટ ગોલ્ડન ઘૂઘરી. હૅન્ડક્રાફ્ટેડ હોવાને કારણે એમાં ફિનિશિંગ ખૂબ જ ક્લીન હોય છે જે ટ્રેડિશનલ પિન્ક, રેડ કે ગ્રીન કલર્સના ગ્લાસ બેન્ગલ્સના સેટ સાથે પહેરવામાં આવે છે.

કેવી રીતે કરશો સ્ટાઇલ?
ઘણા લોકોને પ્રશ્ન થાય કે વેસ્ટર્ન કપડાં પર આવી ટ્રેડિશનલ બંગડીઓ કેવી રીતે સારી લાગે? પણ જો સ્માર્ટ્લી પેર કરવામાં આવે તો આ એક અલ્ટિમેટ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની શકે છે. જો તમે બ્લૅક, નેવી બ્લુ, વાઇન કે વાઇટ કલરનો પ્લેન વેસ્ટર્ન મૅક્સી ડ્રેસ અથવા લૉન્ગ ગાઉન પહેરવાના હો તો હાથમાં માત્ર આ કાશ્મીરી બેન્ગલ્સનો સેટ અથવા બન્ને હાથમાં બે કડાં પહેરી લો. કપડાં સિમ્પલ હોવાથી આ સ્ટેટમેન્ટ બેન્ગલ્સ હાઇલાઇટ થશે અને ફ્યુઝન લુક ખીલી ઊઠશે.



બ્લુ ડેનિમ જીન્સ, ક્રીમ કે વાઇટ કલરનું શર્ટ અથવા શૉર્ટ કુરતી અને એના પર ઓપન શ્રગ આ લુક સાથે એક હાથમાં સ્માર્ટ વૉચ અને બીજા હાથમાં કાશ્મીરી બંગડીઓ પહેરવાથી બોહેમિયન વાઇબ્સ મળશે.


આજકાલ કો-ઑર્ડ સેટ્સ બહુ ટ્રેન્ડમાં છે. આ આઉટફિટ સાથે માત્ર કાશ્મીરી બેન્ગલ્સ કૅરી કરો. પરંપરાગત બંગડીઓ અને મૉડર્ન આઉટફિટનું કૉમ્બિનેશન ખૂબ જ એલિગન્ટ લાગે છે.
તમારા આઉટફિટની સ્લીવ્ઝ જો સ્લીવલેસ હોય અથવા એલ્બો-લેન્થ હોય તો આ બંગડીઓ વધુ સુંદર દેખાશે. હાથમાં અન્ય કોઈ હેવી બ્રેસલેટ ન પહેરવું, જેથી ઘૂઘરીની ડિઝાઇન દબાઈ ન જાય.

કૅર ટિપ્સ
આવી આર્ટિસ્ટિક અને હૅન્ડક્રાફ્ટેડ જ્વેલરી લાંબા સમય સુધી નવી જેવી રાખવા માટે એની થોડી સંભાળ પણ જરૂરી છે. એને પાણી, પરફ્યુમ કે અન્ય કેમિકલ્સથી દૂર રાખવી અને ઉપયોગ કર્યા પછી સૉફ્ટ કૉટનના કપડાથી સાફ કરી ઍર-ટાઇટ બૉક્સમાં સ્ટોર કરવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK