Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦ મિનિટ માટે મરી ગયેલી મહિલા ૨૦૩૦માં પહોંચીને પાછી જીવતી થઈ

૧૦ મિનિટ માટે મરી ગયેલી મહિલા ૨૦૩૦માં પહોંચીને પાછી જીવતી થઈ

Published : 05 April, 2026 12:07 PM | IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાવો કરતાં તેણે કહ્યું, ‘હું કોઈ અંધારી દુનિયામાં નહોતી, પરંતુ ખૂબ બ્રાઇટ અને સુંદર જગ્યામાં હતી. લગભગ ૨૦૩૦ની સાલ હોવાનું મને લાગતું હતું`

રુબી રોલ્ગુ

અજબ ગજબ

રુબી રોલ્ગુ


મેક્સિકોની મેડિકલ સ્ટુડન્ટ રુબી રોલ્ગુ નામની યુવતીને ડૉક્ટરોએ ક્લિનિકલી ડેડ ઘોષિત કરી દીધી હતી અને ઘરવાળાઓને સાફ કહી દીધું કે દરદીનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. બ્રેઇનડેડ વ્યક્તિ ફરીથી જીવતી થાય એવી શક્યતા ૦.૦૦૦૧ ટકા પણ નથી હોતી. રુબીને ફેફસાંમાં લોહીના ક્લૉટ્સ જમા થવાથી હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. એ દરમ્યાન ક્લૉટ રક્તવાહિનીમાં ફસાઈ જવાથી તેને હાર્ટ-અટૅક આવ્યો અને તેના બ્રેઇન સુધી લોહી પહોંચતું બંધ થઈ ગયું હતું. ડૉક્ટરોએ રુબીને મૃત જાહેર કર્યા પછી  પરિવારજનો હજી તેને ગુમાવ્યાનો સદમો ખમીને સ્વસ્થ થાય ત્યાં તો રુબીબહેનના શરીરમાં સળવળાટ થયો. મૃત જાહેર કર્યા પછી જીવિત થયા હોય એવા અનેક માણસોના કિસ્સા આપણે સાંભળ્યા છે, પણ રુબીના કેસમાં જુદું હતું. રુબીએ ૧૦ મિનિટનો જે અનુભવ કહ્યો એ ડરામણો હતો. તે આજની દુનિયામાંથી ૨૦૩૦માં પહોંચી ગઈ હતી એવો દાવો કરતાં તેણે કહ્યું, ‘હું કોઈ અંધારી દુનિયામાં નહોતી, પરંતુ ખૂબ બ્રાઇટ અને સુંદર જગ્યામાં હતી. લગભગ ૨૦૩૦ની સાલ હોવાનું મને લાગતું હતું. પાંચ વર્ષનો એક-એક દિવસ મેં બહુ જ ઝડપથી મારી આંખ સામેથી પસાર થતો જોયો. એ દુનિયા ખૂબ શાંત અને બહેતર હતી. લોકો સ્માર્ટફોનના ગુલામ નહોતા. બધું જ ઑટોમૅટિક કામ થઈ રહ્યું હતું. કોઈના માટે ખાસ કામ જ નહોતું એટલે પરિવારજનો સાથે મળીને સમય ગાળતા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 12:07 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK