Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈની પલટન પર ભારે પડી બાપુની દિલ્હી-સેના

મુંબઈની પલટન પર ભારે પડી બાપુની દિલ્હી-સેના

Published : 05 April, 2026 08:23 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન સૂર્યાની ફિફ્ટીના આધારે મુંબઈએ ૧૬૨ રન કર્યા હતા, દિલ્હીએ સમીર રિઝવીના ૯૦ રનના સહારે ૧૮.૧ ઓવરમાં ૧૬૪ રન કરીને ૬ વિકેટે મૅચ જીતી

રોહિત શર્મા સમીર રિઝવી અને સૂર્યકુમાર યાદવ

રોહિત શર્મા સમીર રિઝવી અને સૂર્યકુમાર યાદવ


IPL 2026ના પહેલા ડબલ-હેડરની પહેલી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ૬ વિકેટે મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત નોંધાવી હતી. મુંબઈએ ટૉસ હાર્યા બાદ ૬ વિકેટે ગુમાવીને ૧૬૨ રન કર્યા હતા. જવાબમાં દિલ્હીએ ૧૮.૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૬૪ રન કરીને ૧૬૩ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો હતો. બાવીસ વર્ષનો ઇમ્પૅક્ટ પ્લેયર સમીર રિઝવી ૧૭૬.૪૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને મૅચનો હીરો બન્યો હતો.

ઓપનર રોહિત શર્માએ ૨૬ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સર ફટકારીને ૩૫ રનની ઇનિંગ્સથી સારી શરૂઆત કરી હતી. સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૬ બૉલમાં ૩ ફોર અને બે સિક્સરની મદદથી ૫૧ રન કરીને રનની ગતિમાં વધારો કર્યો હતો. નમન ધીરે ૨૧  બૉલમાં ૨૮ રન અને મિચલ સૅન્ટનરે ૧૩ બૉલમાં ૧૮ રનનું યોગદાન આપીને સ્કોર ૧૬૦  રનને પાર પહોંચાડ્યો હતો. 



દિલ્હીના પેસ બોલર મુકેશ કુમારે ૩ ઓવરમાં ૨૬ રન આપીને બે વિકેટ લીધી હતી. આ બે વિકેટ તેણે ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં લીધી હતી. બાપુ તરીકે ઓળખાતા કૅપ્ટન અક્ષર પટેલ સહિત ૪ બોલર્સે ૧-૧ સફળતા મેળવી હતી. 


દિલ્હીએ રન-ચેઝ દરમ્યાન ૧.૪ ઓવરમાં ૭ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર પથુમ નિસન્કાએ ૬ ફોર અને એક સિક્સરના આધારે ૩૦ બૉલમાં ૪૪ રન કરીને ઇનિંગ્સ સંભાળી રાખી હતી. ચોથા ક્રમે રમવા ઊતરીને ઇમ્પૅક્ટ પ્લેયર સમીર રિઝવીએ ૧૭૬.૪૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને રન-ચેઝ સરળ બનાવી હતી. તે ૫૧ બૉલમાં ૭ ફોર અને ૭ સિક્સરની મદદથી ૯૦ રન કરીને સત્તરમી ઓવરમાં પૅવિલિયન પાછો ફર્યો હતો.

મુંબઈ માટે પેસ બોલર્સ દીપક ચહર અને કૉર્બિન બૉશ સહિત સ્પિનર મિચલ સૅન્ટનરે એક-એક વિકેટ લીધી હતી. કલકત્તા સામે પહેલી મૅચ જીત્યા બાદ મુંબઈને બીજી મૅચમાં હાર મળી છે, જ્યારે દિલ્હીએ સીઝનની પહેલી બન્ને મૅચ જીતીને વિજયરથ આગળ વધાવ્યો છે.


IPLમાં એક ટીમ સામે હાઇએસ્ટ સિક્સર ફટકારનાર ભારતીય બન્યો રોહિત શર્મા 

રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો રેકૉર્ડ તોડ્યો છે. તે IPLમાં એક ટીમ સામે હાઇએસ્ટ સિક્સર ફટકારનાર ભારતીય બન્યો છે. તેણે દિલ્હી કૅપિટલ્સ સામે ૫૧ સિક્સર નોંધાવી છે. અગાઉ ધોનીએ બૅન્ગલોર સામે ૫૦ સિક્સર ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. 

અસ્વસ્થ કૅપ્ટન હાર્દિક પંડ્યા ન રમ્યો, સૂર્યકુમાર યાદવે ત્રીજી વખત ટીમની કમાન સંભાળી 

મુંબઈ ઇન્ડિન્સનો રેગ્યુલર કૅપ્ટન હાર્દિક પંડ્યા ગઈ કાલે અસ્વસ્થ હોવાથી અરુણ જેટલી સ્ટેડિયમમાં ટીમ સાથે આવ્યો નહોતો. તેના સ્થાને વર્લ્ડ કપ ચૅમ્પિયન સૂર્યકુમાર યાદવે ટીમની આગેવાની કરી હતી. અગાઉ તેણે મુંબઈ માટે બે મૅચમાં કૅપ્ટન્સી કરી હતી. એમાં તેને એક હાર અને એક જીત મળી હતી.

સમીર રિઝવીની સતત ત્રીજી ફિફ્ટી અને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ 

સમીર રિઝવીએ IPLમાં સતત ત્રીજી ફિફ્ટી ફટકારી છે. ૨૦૨૫માં પોતાની છેલ્લી મૅચમાં તેણે પંજાબ કિંગ્સ સામે પચીસ બૉલમાં અણનમ ૫૮ રન કર્યા હતા. નવી સીઝનની પહેલી મૅચમાં તેણે લખનઉ સુપર જાયન્ટસ સામે ૪૭ બૉલમાં અણનમ ૭૦ રન કર્યા હતા. IPLમાં અનકૅપ્ડ ભારતીય પ્લેયર તરીકે અગાઉ ઋતુરાજ ગાયકવાડે ૨૦૨૦ અને પ્રભસિમરન સિંહે ૨૦૨૫માં આ કમાલ કરી હતી.

IPLમાં સતત ૩ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતનાર સમીર રિઝવી સાતમો પ્લેયર છે. અગાઉ ૨૦૧૦માં જૅક કૅલિસ, ૨૦૧૨માં વીરેન્દર સેહવાગ, ૨૦૧૪માં ગ્લેન મૅક્સવેલ, ૨૦૧૬માં એરોન ફિન્ચ અને વિરાટ કોહલી, ૨૦૧૮માં જૉશ બટલર અને ૨૦૨૦માં ઋતુરાજ ગાયકવાડે સતત ૩ વખત આ અવૉર્ડ જીત્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 08:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK