બીજી માન્યતા છે કે દુકાળ વખતે એક શ્વાને આ ગામના પૂર્વજોને છૂપા પાણીના સ્રોતો શોધવામાં મદદ કરેલી એટલે આ ગામના લોકો માટે શ્વાન જીવનદાયી પ્રાણી છે.
ચીનમાં યોજાય છે શ્વાનની પાલખીયાત્રા
આમ તો ચીનના અનેક વિસ્તારો શેરીમાં રખડતા કૂતરાઓને અને પાળેલા ડૉગીઓને ચોરીને ખાઈ જવા માટે કુખ્યાત છે, પરંતુ ચીનના જ એક ખૂણામાં શ્વાનોની પાલખીયાત્રા પણ નીકળે છે. આ યાત્રા દરમ્યાન શ્વાનને સ્થાનિક પરંપરાગત કપડાં પહેરાવવામાં આવે છે. માથે વાઘના ચહેરા જેવી ટોપી અને ચાંદીનો ગળાપટ્ટો પહેરાવાય છે. ચીનમાં મૂન કૅલેન્ડરના સાતમા મહિનાનું પ્રતીક શ્વાન હોય છે. આ નિમિત્તે ગુઈઝોઉ પ્રાંતના ઝિયાઓબાંગ ગામમાં શ્વાનને વાંસમાંથી બનેલી પાલખીમાં બેસાડીને ગામમાં સરઘસ ફેરવવામાં આવે છે. એ દરમ્યાન પૂજારી પરંપરાગત મંત્રો પણ બોલે છે. શ્વાનનું સરઘસ ગામમાંથી ફરીને ખેતરોમાં જાય છે. ખેતરોમાં લોકો જોરદાર મ્યુઝિક વગાડીને નાચે છે અને ખેતરનો કીચડ એકબીજા પર ફેંકીને સારા વરસાદ અને સારા પાકની મનોકામના કરે છે.
જોકે સવાલ એ થાય કે કેમ શ્વાનનું જ સરઘસ કાઢવામાં આવે? તો એની પાછળનું લૉજિક કંઈક એવું છે કે આ ગામમાં રહેતા મિયાઓ સમાજના લોકો શ્વાનને જીવનરક્ષક માને છે. ગામમાં દુકાળ પડે ત્યારે એક દેવતાએ ગામના એક વડીલને સપનાંમાં આવીને શ્વાનની સાથે બેસીને પ્રાર્થના કરવાનું સૂચન કરેલું. ભારે દુકાળની પરિસ્થિતિમાં ગામલોકોએ લગભગ દાયકાઓ પહેલાં આ પરંપરા શરૂ કરી હતી. બીજી માન્યતા છે કે દુકાળ વખતે એક શ્વાને આ ગામના પૂર્વજોને છૂપા પાણીના સ્રોતો શોધવામાં મદદ કરેલી એટલે આ ગામના લોકો માટે શ્વાન જીવનદાયી પ્રાણી છે.
