ઇન્ટરનૅશનલ મોટરસાઇકલ અને ઍક્સેસરીઝનું વાર્ષિક એક્ઝિબિશન અત્યારે ઇટલીના મિલાનમાં ચાલી રહ્યું છે. દુનિયાભરની લક્ઝુરિયસ મોટરસાઇકલો અહીં રજૂ કરવામાં આવી છે. લગભગ ૧૨૦૦ બ્રૅન્ડ્સે પોતાની બાઇકો અહીં રજૂ કરી છે.
બાઇકોનો કુંભમેળો ભરાયો છે મિલાનમાં
ઇન્ટરનૅશનલ મોટરસાઇકલ અને ઍક્સેસરીઝનું વાર્ષિક એક્ઝિબિશન અત્યારે ઇટલીના મિલાનમાં ચાલી રહ્યું છે. દુનિયાભરની લક્ઝુરિયસ મોટરસાઇકલો અહીં રજૂ કરવામાં આવી છે. લગભગ ૧૨૦૦ બ્રૅન્ડ્સે પોતાની બાઇકો અહીં રજૂ કરી છે. એમાં માત્ર ટ્રાવેલ માટેની જ નહીં, સ્ટન્ટ માટેની બાઇકો પણ છે. અહીં વિન્ટેજ કલેક્શનની બાઇકો પણ જોવા મળે એમ છે. લિમિટેડ એડિશનની એક બાઇક ૧૧ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૯૭ કરોડ રૂપિયાની છે. એક્ઝિબિશન દરમ્યાન અહીં વર્લ્ડ ફેમસ સ્ટન્ટમેનો દ્વારા અનોખાં કરતબો પણ પર્ફોર્મ થાય છે.


