આ શિલ્પો કઈ રીતે સંતુલન જાળવીને ઊભાં રહી શકે છે એ પણ એક રહસ્ય છે.
સાઉથ કોરિયન આર્ટિસ્ટનાં રિબનને કડક બનાવીને તૈયાર કરેલાં પંખીઓ અને બિલાડીઓ ફેમસ છે
લી સાન્ગ્સુ નામના સાઉથ કોરિયન આર્ટિસ્ટ મિનિમલિસ્ટ સ્કલ્પ્ચર્સ બનાવવા માટે જાણીતા છે. તેઓ રિબન જેવા ફૉર્મને કડક બનાવીને એને એવી રીતે શેપ આપે છે કે એમાંથી અલગ-અલગ પ્રાણીઓ અને પંખીઓની કૃતિ તૈયાર થાય. લીનાં પંખીઓ અને બિલાડીઓ તો વર્લ્ડ ફેમસ છે. તેમનું કામ આર્ટ ફેરમાં જ નહીં, એજ્યુકેશન મટીરિયલ તરીકે પણ ધૂમ વપરાય છે. આ શિલ્પો કઈ રીતે સંતુલન જાળવીને ઊભાં રહી શકે છે એ પણ એક રહસ્ય છે.
