Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીમાં યુવતી સામે સરેઆમ અશ્લીલ હરકત કરનાર યુવકની ધરપકડ

બોરીવલીમાં યુવતી સામે સરેઆમ અશ્લીલ હરકત કરનાર યુવકની ધરપકડ

Published : 07 April, 2026 08:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલી-વેસ્ટના દેવનગર નજીક એક જાણીતી સ્કૂલ નજીક રવિવારે સાંજે રસ્તા પરથી પસાર થતી એક યુવતીને જોઈને એક યુવક જાહેરમાં અશ્લીલ હરકત કરતાં ઝડપાઈ ગયો હ

બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે આરોપીને પોલીસને હવાલે કર્યો હતો.

બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે આરોપીને પોલીસને હવાલે કર્યો હતો.


બોરીવલી-વેસ્ટના દેવનગર નજીક એક જાણીતી સ્કૂલ નજીક રવિવારે સાંજે રસ્તા પરથી પસાર થતી એક યુવતીને જોઈને એક યુવક જાહેરમાં અશ્લીલ હરકત કરતાં ઝડપાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપીને પકડી લીધો હતો. ત્યાર બાદ વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે આરોપીને પોલીસના હવાલે કરી દીધો હતો. સંજય ઉપાધ્યાયે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતાં કહ્યું હતું કે છેલ્લા એક મહિનામાં આવી ત્રીજી ઘટના નોંધાઈ છે જે મહિલાઓની સુરક્ષા માટે ચિંતાજનક સંકેત છે. તેમણે સ્થાનિક પોલીસને પૅટ્રોલિંગ વધારવા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા-વ્યવસ્થા મજબૂત કરવાની માગણી કરી છે. મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળે એ માટે કડક પગલાં ભરવાનું તેમણે જણાવ્યું છે.

પોલીસે શું કહ્યું?



બોરીવલીના પોલીસ-ઇન્સ્પેક્ટર સચિન સસ્તેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની ધરપકડ કરી તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. બોરીવલીના અમુક વિસ્તારમાં જરૂરી પૅટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.’


સંજય ઉપાધ્યાયે શું કહ્યું?

સંજય ઉપાધ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી યુવક દારૂના નશામાં હતો અને તેણે યુવતીને રસ્તા પરથી પસાર થતી જોઈને તેની સામે મૅસ્ટરબેશન જેવુ વિકૃત વર્તન કર્યું હતું. યુવતીએ સતર્કતા દાખવીને તરત મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી જેને કારણે આસપાસના લોકો અને અમારી પાર્ટીના કાર્યકરો તરત હરકતમાં આવ્યા હતા. આરોપીએ યુવતી સાથે અયોગ્ય વર્તન કરવા ઉપરાંત તેના પર હાથ પણ ઉઠાવ્યો હતો જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ હતો. યુવક સામે અગાઉ પણ આવા ગુના નોંધાયેલા હોવાનું જણાયું છે. અંતે યુવકને પોલીસને સોંપી દીધો હતો. મહિલાઓ સામે થતી આવી છેડછાડની ઘટનાઓ સહન કરવામાં નહીં આવે અને દોષીઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે. જો આવા બનાવ અટકાવવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવામાં નહીં આવે તો મહિલાઓની સુરક્ષા માટે રસ્તા પર ઊતરીને આંદોલન કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK