કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. જોકે ૩.૪ ઓવર બાદ વરસાદને કારણે મૅચમાં બ્રેક લાગી હતી.
દીકરી સુહાના સાથે શાહરુખ ખાન સંઘર્ષ કરી રહેલી પોતાની ટીમનો ઉત્સાહ વધારવા ઈડન ગાર્ડન્સ પહોંચ્યો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સ IPL 2026માં પહેલી બન્ને મૅચ હારીને ગઈ કાલે પંજાબ કિંગ્સ સામે રમવા ઊતર્યું હતું. સંઘર્ષ કરી રહેલી કલકત્તાની ટીમનો ઉત્સાહ વધારવા ગઈ કાલે કલકત્તાના હોમગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં ટીમનો માલિક અને બૉલીવુડનો કિંગ શાહરુખ ખાન હાજર રહ્યો હતો. દીકરી સુહાના ખાન સાથે તે મૅચ દરમ્યાન પ્લેયર્સની સાથે ફૅન્સનો પણ ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. જોકે ૩.૪ ઓવર બાદ વરસાદને કારણે મૅચમાં બ્રેક લાગી હતી.
|
IPL પૉઇન્ટ્સ ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રનરેટ |
પૉઇન્ટ |
|
પંજાબ |
૩ |
૨ |
૦ |
૧ |
૦.૬૩૭ |
૫ |
|
બૅન્ગલોર |
૨ |
૨ |
૦ |
૦ |
૨.૫૦૧ |
૪ |
|
રાજસ્થાન |
૨ |
૨ |
૦ |
૦ |
૨.૩૩૩ |
૪ |
|
દિલ્હી |
૨ |
૨ |
૦ |
૦ |
૧.૧૭૦ |
૪ |
|
હૈદરાબાદ |
૩ |
૧ |
૨ |
૦ |
૦.૨૭૫ |
૨ |
|
મુંબઈ |
૨ |
૧ |
૧ |
૦ |
-૦.૨૦૬ |
૨ |
|
લખનઉ |
૨ |
૧ |
૧ |
૦ |
-૦.૫૪૨ |
૨ |
|
કલકત્તા |
૩ |
૦ |
૨ |
૧ |
-૧.૯૬૪ |
૧ |
|
ગુજરાત |
૨ |
૦ |
૨ |
૦ |
-૦.૪૨૪ |
૦ |
|
ચેન્નઈ |
૩ |
૦ |
૩ |
૦ |
-૨.૫૧૭ |
૦ |
ADVERTISEMENT
કલકત્તાની ટીમે એ સમયે પચીસ રનના સ્કોરમાં ફિન ઍલન અને કૅમરન ગ્રીનની વિકેટ ગુમાવી દીધી હતી. મોડી રાત સુધી વરસાદને કારણે મૅચ ફરી શરૂ થઈ શકી નહોતી અને બન્ને ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સને ૧-૧ પૉઇન્ટ મળ્યો હતો.
ટીમને સપોર્ટ કરવા કલકત્તા પહોંચ્યો હતો હર્ષિત રાણા
ભારતનો હર્ષિત રાણા ઘૂંટણની સમસ્યાને કારણે IPL 2026માંથી આઉટ થઈ ગયો હતો. જોકે ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સ સામેની મૅચ પહેલાં તે કોલકાતા નાઇટ રાઇડર્સના કૅમ્પમાં સાથીપ્લેયર્સને સપોર્ટ કરવા માટે જોડાયો હતો. હર્ષિત રાણા ક્રિકેટથી નજીક રહેવા અને સાથીપ્લેયર્સ સાથે સમય પસાર કરવા રિકવરી-ટાઇમ દરમ્યાન કલકત્તાના કૅમ્પમાં આવ્યો છે. જોકે આખી સીઝન ટીમ સાથે રહેશે કે નહીં એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
